samsung galaxy m30 flash sale today on amazon and samsung store
  • Home
  • Technology
  • Samsungનો ટ્રિપલ રિયર કેમેરા ધરાવતો સ્માર્ટફોન સસ્તી કિંમતમાં આ રીતે મેળવો

Samsungનો ટ્રિપલ રિયર કેમેરા ધરાવતો સ્માર્ટફોન સસ્તી કિંમતમાં આ રીતે મેળવો

 | 11:17 am IST

દક્ષિણ કોરિયન કંપની Samsungના મિડ રેન્જના સૌથી સસ્તા સ્માર્ટફોન Samsung Galaxy M30ના ફ્લેશ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન સેલ આજે 12 વાગ્યે ઇ કોમર્સ વેબસાઇટ Amazon સિવાય સેમસંગ સત્તાવાર ઓનલાઇન સ્ટોર પર યોજાઇ રહ્યો છે.

સેમસંગે આ સ્માર્ટફોનને તાજેતરમાં લોન્ચ કર્યો હતો. Samsung Galaxy M સીરીઝ આ જ વર્ષે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે જે ટ્રીપલ રીઅર કેમેરો સાથે આવે છે. મીડ બજેટ રેન્જ ધરાવતો આ સ્માર્ટફોનની સીધી ટક્કર Nokia 6.1 Plus, Xiaomi Mi A2 જેવા સ્માર્ટફોનથી છે. આ સ્માર્ટફોનને તમે ઓનલાઇન ઈ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન સિવાય સેમસંગના ઓનલાઇન સ્ટોર પર આજે 12 વાગ્યાથી ખરીદી શકો છો.

Samsung Galaxy M30ના ફીચર્સ

Galaxy M30માં 6.4 ઇંચનું ફૂલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો આસપેક્ટ રેશીયો 19:9 આપવામાં આવી છે. ફોન માં Exynos 7904 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરા ફીચર્સની વાત કરી તો ફોન ટ્રીપલ રીઅર કેમેરા સાથે આવે છે.

જેનું પ્રીમીરી સેન્સર 13 મેગાપિક્સલનું આપવામાં આવ્યું છે. અને બે સેકન્ડરી સેન્સર 5 મેગાપિક્સલના છે. ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAhની દમદાર બેટરી અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઇડ ઓરીયો 8.1 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Experience 9.5UI પર કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન