Technology: Samsung galaxy m40 set to launch in india
  • Home
  • Featured
  • Samsungનો આ દમદાર સ્માર્ટફોન ભારતમાં આવી ગયો, જાણો તેની વિશેષતાઓ

Samsungનો આ દમદાર સ્માર્ટફોન ભારતમાં આવી ગયો, જાણો તેની વિશેષતાઓ

 | 11:15 am IST

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર Samsungએ Galaxy M40ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય બજારમાં ગેલેક્સી એમ સીરીઝનો આ ચોથો સ્માર્ટફોન છે. ગેલેક્સી એમ 40માં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 32 મેગાપિક્સલનો કેમેરા પ્રાથમિક સેન્સર સાથે આવશે. ગેલેક્સી એમ 40 ની અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો આ ફોન સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલૉજી સાથે આવશે.

આ સ્માર્ટફોનમાં હોલ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેની કિંમત 20 હજારની આસપાસ રહેશે. જોકે કિંમતને લઇને સત્તાવાર કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઇએ કે Infinity-O display જ તેની સૌથી મોટી હાઇલાઇટ છે. સેમસંગ એમ સીરીઝના સ્માર્ટફોન્સને ફ્ક્ત ઓનલાઇન વેચી રહી છે. ઓફલાઇન આ ઉપલબ્ધ નથી. એમ સીરીઝના બધા સ્માર્ટફોન અમેઝોન પર ઉપલબ્ધ છે. Samsung Galaxy M40 અમેઝોન ઉપરાંત બધા સ્માર્ટફોન્સ સેમસંગના ઓનલાઇન સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

Galaxy M40ની વિશેષતાઓ:
આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 3500 mAhની છે. તેની ડિસ્પ્લે 6.3 ઇંચની હશે. 32MP+8MP+5MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો સ્નૈપડ્રૈગન 600-સીરીઝ પ્રોસેસર લાગેલું છે. Galaxy M સીરીઝના ત્રણ ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે. Galaxy M10 ની કિંમત 7990,Galaxy M20 ની કિંમત 9990, Galaxy M30 ની કિંમત 14990 રૂપિયા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Galaxy M40 ની કિંમત 20000 ની આસપાસ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન