Samsung Galaxy S10, Galaxy S10E, Galaxy S10 Plus Offers
  • Home
  • Featured
  • સેમસંગ ગેલેક્સી S10 પર મસમોટા ડિસ્કાઉન્ટની ઓફર જાણવા કરો ક્લિક

સેમસંગ ગેલેક્સી S10 પર મસમોટા ડિસ્કાઉન્ટની ઓફર જાણવા કરો ક્લિક

 | 11:30 am IST

દર વર્ષે સાઉથ કોરિયાની સ્માર્ટફોન બનાવતી સેમસંગ કંપની પોતાની નવી ગેલેક્સી સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરે છે. સાથો સાથ સેમસંગ કેટલાંય અપગ્રેડ પ્રોગ્રામ્સ પણ લોન્ચ કરે છે, તેનાથી ગેલેક્સી સીરીઝના જૂના ફોન યુઝ કરનારા યુઝર્સ નવા ગેલેક્સી ડિવાઇસમાં અપગ્રેડ કરી શકે. જો કે આ વર્ષે ગેલેક્સી એસ10 લોન્ચ બાદ સેમસંગ કેટલાંય મોટા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહ્યું છે. અપગ્રેડ ઓફર્સ સિવાય સેમસંગ બેન્ક કેશબેક અને ઇઝી ઇન્સ્ટોલમેન્ટસ ઓપ્શન પણ યુઝર્સને આપી રહ્યાં છે.

અપગ્રેડ એક્સચેન્જ બોનસ
સૌથી પહેલાં અપગ્રેડ પ્રોગ્રામની વાત કરીએ તો સેમસંગ ઇન્ડિયા એ ગેલેક્સી એસ10 ફોન્સ માટે એક્સચેન્જ બોનસ વધાર્યું છે. જો તમે ગેલેક્સી એસ10ઇ ખરીદવા માંગો છો તો પહેલાં મળી રહેલા 2000 રૂપિયાના બોનસની જગ્યાએ તમને 4000 રૂપિયાનો ફાયદો મળશે. આ સિવાય ગેલેક્સી એસ10 અને ગેલેક્સી10+ના 512જીબી વર્ઝન પર તમને 10000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ જ રીતે ગેલેક્સી એસ10+ના 128જીબી વર્ઝન પર 5000 રૂપિયા અને ગેલેક્સી એસ10ના 128 જીબી વર્ઝન પર 6000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

ગેલેક્સી એસ10ના 1ટીબી મોડલ પર પણ 10000 રૂપિયાનો ફાયદો મળશે. ધ્યાન આપો કે સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટના મતે આ ઓફર કેટલાંક શહેરોમાં સિલેકેટેડ સેમસંગ આઉટલેટ્સ સિવાય સેમસંગ શોપ વેબસાઇટ અને એપ પર જ અવેલેબલ છે. સાથો સાથ આ ઓફર તેમણે કસ્ટમર્સને મળશે જે નવી ગેલેક્સી એસ10 ડિવાઇસ 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે ખરીદશે અને એક્ટિવેટ કરશે. સાથો સાથ આ ઓફર સિલેકટેડ સ્માર્ટફોન્સના સેમસંગ ગેલેક્સી એસ10, ગેલેક્સી એસ10+ અને ગેલેક્સી એસ10ઇની સાથે એક્સચેન્જ પર જ અવેલેબલ છે.

ઇએમઆઇ અને કેશબેક
EMI અને કેશબેક ઓફર્સની વાત કરીએ તો એચડીએફસી યુઝર્સને કેટલાંય એડિશન બેનિફિટ્સ મળી રહ્યાં છે. તેમાં ગેલેક્સી એસ10ઇ પર 4000 રૂપિયા, ગેલેક્સી એસ10 અને ગેલેક્સી એસ10+ પર 6000 રૂપિયાનું કેશબેક સામેલ છે. આ જ રીતે બજાજ ફાઇનાન્સની મદદથી ફોન્સ માટે ઇએમઆઇ પેમેન્ટસનું ઓપ્શન પણ અવેલેબલ છે. તેનો ફાયદો લેવા પર યુઝર્સને પાછલી ઓફરની જેમ જ ગેલેક્સી એસ10ઇ પર 4000 રૂપિયા, ગેલેક્સી એસ10 અને ગેલેક્સી એસ10+ પર 6000 રૂપિયાનું કેશબેક પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન