Samsungના આ બે નવા ફોનનું પ્રી-બુકિંગ થયું શરૂ, જાણો કિંમત - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Samsungના આ બે નવા ફોનનું પ્રી-બુકિંગ થયું શરૂ, જાણો કિંમત

Samsungના આ બે નવા ફોનનું પ્રી-બુકિંગ થયું શરૂ, જાણો કિંમત

 | 4:59 pm IST

સેંમસંગે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Galaxy S9 અને S9 Plus લોંચ કરી દીધા છે. સેંમસંગે 25 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ પહેલા આ બંને ફોન લોંચ કરી દીધા છે. ગત શ્રેણીના ફોન કરતા આ ફોનમાં ઉત્તમ કેમેરાની સાથે સાથે નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

સેમસંગના આ નવા ફોનમાં ફેસ-રિકોગ્નાઇઝેશન ટેક્નોલોજી, AR ઈમોજી, બિક્સબી અને ફાસ્ટ પ્રોસેસર જેવા અનેક ફિચર્સ છે. ભારતમાં Samsung Galaxy S9ની કિંમત આશરે 63,990 રૂપિયા સુધી હોઈ શકે છે.

સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ ની સૌથી ખાસ વાત ડ્યુઅલ અપાર્ચર સેટઅપવાળા પ્રાઈમરી કેમેરા સેન્સર છે. આ સેન્સર પૂરતી લાઈટમાં f/2.4 અપાર્ચર પર શૂટ કરવામાં સક્ષમ છે. તો ઓછી લાઈટમાં તે આપમેળે f/1.5 અપાર્ચર પર કામ કરવા લાગશે.

સેમસંગનો દાવો છે કે આ સ્થિતિમાં ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ના સેન્સર 29 ટકા વધારે લાઈટ કેપ્ચર કરે છે. તો અન્ય ખાસિયત કેમેરા રિકોર્ડીંગ છે. જે પ્રતિ સેકન્ડે 960 ફ્રેમની ઝડપે વીડિયો રેકોર્ડ કરશે.

આ ફોનના સ્પેસિફિકેશન નીચે પ્રમાણે છે
– ગેલેક્સી S9માં 10 એનએમ 64 બિટ ઓક્ટા-કોર ચિપસેટ છે.
– આ ફોનમાં સ્ટોરેજ પર આધારિત તેના ત્રણ વેરિયન્ટ હશે 64, 128 અને 256 GB. ત્રણેય વેરિયન્ટમાં 400 GB સુધી માઈક્રો SD કાર્ડ સપોર્ટ કરશે.
– અ ફોનમાં આઉટ ઓફ એન્ડ્રોઈડ 8 ઓરિયોનો અનુભવ મળશે.


– સેમસંગ ગેલેક્સી S9માં 5.9 ઈંચની ક્વોડએચડી પ્લસ કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પલે, 4GB રેમ, 3000mAhની બેટરી છે.
– આ ફોનમાં સુપર સ્પીડ ડ્યુઅલ પિક્સલ 12 મેગાપિક્સલનો ઓટોફોકસ સેન્સર છે જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશનથી લેસ છે. તેનું વજન 163 ગ્રામ છે.
– તો સેમસંગ ગેલેક્સી S9+માં 6.2 ઈંચની કવોડએચડી પ્લસ કર્વ્ડ સુપર અમોલેડ 18.5:9 ડિસ્પલે, 6GB રેમ અને 3500mAhની બેટરી છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ઓ ફોનનું વજન 189 ગ્રામ છે.