ભારતમાં જલ્દી લોન્ચ થઈ શકે છે Samsung Galaxy S9 સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં જલ્દી લોન્ચ થઈ શકે છે Samsung Galaxy S9 સ્માર્ટફોન

ભારતમાં જલ્દી લોન્ચ થઈ શકે છે Samsung Galaxy S9 સ્માર્ટફોન

 | 6:17 pm IST

સેમસંગએ આજે ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S9 અને Galaxy S9+ ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સેમસંગ ગેલેક્સી અનપેક 2018 ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન Galaxy S8 અને Galaxy S8+ જેવું જ મોડલ હશે. આ બંને સ્માર્ટફોન અગાઉના ફોન કરતા વધારે અપડેટે હશે.

તેમજ આ સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલાં તેની ખાસિયતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. આ નવા સ્માર્ટફોન માટે ધ ફોન રિડમેજીન્ડ ટેગલાઈન રાખવામાં આવી છે. સાથે ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોનનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં આ સ્માર્ટફોનને જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટના અનુસાર, આ પહેલો એવો સ્માર્ટફોન હશે જેમાં ડ્યુઅલ અપર્ચર કેમેરા આપવામાં આવ્યા છે. આ નવા સ્માર્ટફોનમાં Galaxy S8ની તુલનામાં ફિંગરપ્રિંટ સ્કેનર કેમેરાની નીચે આપવામાં આવ્યું છે. તેમજ લીક થયેલી માહિતી અનુસાર આ સ્માર્ટફોન એક સારો બિઝનેસ સ્માર્ટફોન પણ હોય શકે છે.

તેમજ ઈન્ટરનેટ પર Galaxy S9ની તસવીરો પણ લીક થઈ છે. જો કે, હકિકતમાં આ સ્માર્ટફોન કેવો છે તે લોન્ચ થયા પછી જ ખબર પડશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ સેમસંગની વેબસાઈટ પર કરવામાં આવશે.