શાનદાર તક ! સેમસંગે આ બે સ્માર્ટફોનમાં કર્યો 5000 રૂપિયાનો ઘટાડો - Sandesh
  • Home
  • Technology
  • શાનદાર તક ! સેમસંગે આ બે સ્માર્ટફોનમાં કર્યો 5000 રૂપિયાનો ઘટાડો

શાનદાર તક ! સેમસંગે આ બે સ્માર્ટફોનમાં કર્યો 5000 રૂપિયાનો ઘટાડો

 | 12:27 pm IST

સેમસંગે ભારતમાં પોતાના સ્માર્ટફોન ગેલેક્સી એસ 7 અને ગેલેક્સી એસ 7 એજની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. આ બંને સ્માર્ટફોનના હિટ સ્માર્ટફો છે. ઉલ્લેખનિય છે કે, સેમસંગે આ બંને સ્માર્ટફોન આ જ વર્ષે લોન્ચ કર્યા હતા. આ બંને ફોન ઘટાડવાનું કારણ કંપની દ્વારા ગેલેક્સી નોટ 7 ફેલબેટ ભારતમાં લોન્ચ કરવાનો છે. આ હેંડસેટનું વેચાણ બે સપ્ટેબરથી શરૂ કરવામાં આવશે.

samsung-galaxy-1471945710

હવે કેટલામાં મળશે
સેમસંગ ગેલેક્સી એસ 7ની 32 જીબી વેરિયંટની કિંમત ઘટાડા બાદ 43400 રૂપિયા થઈ ગઈ છે. ગેલક્સી એસ 7 એજના 32 જીબી વેરિયંટવી કિંમત 509000 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, એસ 7ને કંપનીએ 48900 રૂપિયામાં લોન્ચ કર્યો હતો જ્યારે એસ7 એજ 56900 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. આ બંને મોબાઈલને કંપનીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2016 દરમિયાન લોન્ચ કર્યા હતા. તેના એક મહિના પછી કંપનીએ 32 જીબી મેમોરીવાળા વેરિયંટમાં ભારતમાં લોન્ચ કર્યા હતા.

samsung-glaaxy-note7-1471945688
સેમસંગ ગેલેક્સી નોટ 7નું વેચાણ ટૂંક સમયમાં શરૂ
સેમસંગ ટૂંક સમયમાં ફેલટેબ Galaxy Note 7નું વેચાણ શરૂ કરવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને મોબાઈલની કિંમત ઘટાડવા પાછળ આ ટેબલેટના વેચાણ સાથે કોઈ કનેક્શન છે. આ મહિનાની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થયેલ ફેબલેટ 2 સપ્ટેબરમાં વેચાણ શરૂ થશે. જણાવી દઈએ કે, ગેલેક્સી નોચ 7 માટે 22 ઓગસ્ટથી પ્રી-બુકિંગ્સ શરૂ થઈ ગઈ છે.