Technology: samsung launched good vibes and relumino app
  • Home
  • Featured
  • સેમસંગ લાવ્યું બે નવી એપ, ‘પ્રકાશિત’ કરશે ખાસ લોકોની દુનિયા

સેમસંગ લાવ્યું બે નવી એપ, ‘પ્રકાશિત’ કરશે ખાસ લોકોની દુનિયા

 | 4:10 pm IST

samsung launched good vibes and relumino app

સેમસંગ (Samsung)એ બે ખાસ એપ લોન્ચ કરી છે. આ એપ્સનું નામ Good Vibes અને Relumino છે. આ એપ બહેરા અને અંધ અને લો-વિઝન વાળા લોકો માટે કમ્યુનિટિ ટુલ્સની જેમ કામ કરે છે. એટલે કે આ એપ સ્માર્ટફોન્સને કોમ્યુનેશન ટુલ્સમાં બદલી દેશે. સેમસંગ તેના સિટીઝનશિપ પ્રોગ્રામ અંતર્ગત આ એપ લાયું છે.

બહેરા લોકો માટે તમે સેમસંગ ગેલેક્સી સ્ટોરથી ગુડ વાઇબ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન ટૂંક સમયમાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવશે. બીજી બાજુ, સેમસંગે ઓછી દ્રષ્ટિવાળા લોકો માટે રેલૂમિનો એપ્લિકેશન ડિઝાઇન કરી છે.

આ એપ્લિકેશન દ્વારા ઓછી દ્રષ્ટિવાળા લોકો સામાન્ય લોકોનો સંપર્ક સરળતાથી કરી શકશે. રેલૂમિનો એપ્લિકેશન નાના અને મોટા, આઉટલાઇનને હાઇલાઇટ અને કલરને આયોજીત કરે છે. તમે પણ આ એપ્લિકેશન વિશે વિગતવાર જાણવા માંગતા હોય તો તમે https://www.samsungrelumino.com પર લોગીન કરીને માહિતી મેળવી શકો છો.

ઉલ્લેખનિય છે કે કોરિયન ટેક કંપની સેમસંગે ઓછી દ્રષ્ટિ અને બહેરા લોકો માટે Good Vibes અને Relumino એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશનની મદદથી લોકો સરળતાથી જોઈ અને સાંભળી શકે છે. ગુડ વાઇબ એપ્લિકેશન ભારતમાં બનાવવામાં આવી છે, જેના દ્વારા બહેરા લોકોનો સંપર્ક કરી શકાય છે.

ગુડ વાઇબ્સ એપ્લિકેશન વાઇબ્રેશનને ટેક્સ્ટ અને ટેક્સ્ટને વાઇબ્રેશનમાં રૂપાંતરિત કરવા માટે મોર્સ કોડનો ઉપયોગ કરે છે. સેમસંગે આ એપ્લિકેશનમાં બે જુદા જુદા ઇન્ટરફેસ આપ્યા છે. આ પહેલાં ઇન્ટરફેસ વિશે વાત કરીએ તો બહેરા લોકો તેનો ઉપયોગ વાઇબ્રેશન ઇશારાઓ અને ટેપ્સથી કરશે, જ્યારે અન્ય ઇન્ટરફેસનો ઉપયોગ સામાન્ય લોકો કરશે અને તેઓનો સંપર્ક કરવામાં સક્ષમ હશે.

આ વીડિયો પણ જુઓ: અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં પાણીની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન