Samsung, Galaxy J2 Core, Android Go, India, Entry level smartphone
  • Home
  • Technology
  • સેમસંગે તેનો પ્રથમ Android Go સ્માર્ટફોન Galaxy J2 Core કર્યો લૉન્ચ

સેમસંગે તેનો પ્રથમ Android Go સ્માર્ટફોન Galaxy J2 Core કર્યો લૉન્ચ

 | 3:13 pm IST

સેમસંગે તેનો પ્રથમ Android Go સ્માર્ટફોન Galaxy J2 Core લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Android Go પ્લેટફોર્મ પર ચાલતો કંપનીનો પ્રથમ ફોન છે. ભારત અને મલેશિયામાં તેને એક સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનામ Android 8.1 Oreo (Go Edition) આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 5 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને આ ક્વોડ કોર Exynos 7570 પ્રોસેસર છે. તેમાં 1GB રેમ છે અને ઇન્ટરનલ મેમરી 8 GB છે જે માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં ઓપ્ટિમાઈઝ્ડ ડેટા કન્ટ્રોલ અને અલ્ટ્રા ડેટા સેવીંગ જેવા ફીચર્સ પણ આપ્યાં છે, જેનાથી ડેટા સાચવવામાં આવે છે.

ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેની એક્સપર f/2.2 છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તેની બેટરી 2,600 એમએએચની છે અને કંપનીનો દાવો છે કે તે એકવાર પૂર્ણ ચાર્જ કરીને એક દિવસ ચાલશે.

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોન 4G VoLTE સહિત વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને માઇક્રો યુએસબી જેવા સ્ટાન્ડર્ડ ફિચર્સ આપ્યા છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર નથી આપવામાં આવ્યું. હાલમાં કંપનીએ તેની કિંમત બતાવી નથી, પરંતુ આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની કિંમત 7000 રૂપિયાથી ઓછી હશે.