Samsungનો આ સ્માર્ટફોન બ્લોક કરી દેશે ઈન્ટરનેટ, જાણો ફીચર્સ અને કિંમત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Samsungનો આ સ્માર્ટફોન બ્લોક કરી દેશે ઈન્ટરનેટ, જાણો ફીચર્સ અને કિંમત

Samsungનો આ સ્માર્ટફોન બ્લોક કરી દેશે ઈન્ટરનેટ, જાણો ફીચર્સ અને કિંમત

 | 12:12 pm IST

સાઉથ કોરિયાની મોબાઈલ બનાવતી કંપની સેમસંગે નવો સ્માર્ટફોન ગેલેક્સી J2 PRO લોન્ચ કર્યો છે. આ કંપનીનો બજેટ સ્માર્ટ ફોન છે જેમાં મોબાઈલ ડેટા બ્લોક કરવાનું યૂનિક ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા સ્માર્ટફોનમાં 3G, LTE અને વાઈ-ફાઈ જેવા ફીચરને બ્લોક કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે, આ ફોન વૃધ્ધો અને સ્ટુડંટને ધ્યાનમાં રાખીને બનાવાયો છે, જે ઈંટરનેટ વાપરવા નથી માગતા. આ ઉપરાંત કંપનીએ આ સ્માર્ટફોનમાં વધુ એક યૂનિક ફીચર આપ્યું છે જેનાથી તમે બીજી ભાષા શીખી શકો છો.

આ ફોનમાં ડિક્શનરી એપ આપવામાં આવી છે જેનું નામ ‘Diodic4’ છે. આ એપ ઈંગ્લિશ અને કોરિયન ભાષાને સપોર્ટ કરે છે, જેના દ્વારા તમે નવી ભાષા શીખી શકો છો.

Specification નીચે પ્રમાણે છે…
– આ સ્માર્ટફોનમાં કંપનીએ 5MP ફ્રંટ અને 8MP રિયર કેમેરા આપ્યો છે.
– આ સ્માર્ટફોન કોરિયામાં 13 એપ્રિલથી વેચાવાનો શરૂ થયો છે.
– કોરિયામાં આ સ્માર્ટફોનની કિંમત 12, 140 રૂપિયા રાખવામાં આવી છે.
– આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ (કંપનીએ હજુ આ ફોનનું વર્ઝન નથી જણાવ્યું) પર યૂઝર્સ એપ્સ ઈન્સ્ટોલ કરીને રન કરી શકે છે.
– આ સ્માર્ટફોનમાં 960X540 રિઝોલ્યુશનવાળો 5 ઈંચનો HD સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોન 1.4GHz ક્વોડ-કોર પ્રોસેસર પર રન કરે છે
– આ સ્માર્ટફોનમાં 1.5 GB RAM આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોનમાં 2600mAhની રિપ્લેસેબલ બેટરી પણ છે.
– જો કે કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે ઈંટરનેશનલ માર્કેટમાં આ ફોન ક્યારથી મળશે.