samsung launches wireless charger duo and wireless power bank in india
  • Home
  • Technology
  • સેમસંગે લોન્ચ કર્યું વાયરલેસ ચાર્જર અને પાવરબેંક, જાણો તેના ફિચર્સ અને કિંમત

સેમસંગે લોન્ચ કર્યું વાયરલેસ ચાર્જર અને પાવરબેંક, જાણો તેના ફિચર્સ અને કિંમત

 | 11:32 am IST

સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર અને પાવર બેંક લોન્ચ કરી છે. આ વાયરલેસ પાવર બેંક 10,000mAhની છે. વાયરલેસ ચાર્જર વિશે વાત કરીએ તો આ Duo Pad છે અને તેનો ઉપયોગ કરીને તમે એકસાથે ઘણા ડિવાઇસ ચાર્જ કરી શકો છો. સેમસંગના ચાર્જર્સ Qi સર્ટિફાઇડ છે, જેનો અર્થ એ છે કે મોટાભાગના વાયરલેસ ચાર્જિંગ સપોર્ટવાળા સ્માર્ટફોન આનાથી ચાર્જ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે Wireless Charger Duo પેડ પર Galaxy S10 સાથે iPhone X રાખીને ચાર્જ કરી શકો છો. બંને સ્માર્ટફોન એક સાથે ચાર્જ થઇ શકશે.

કિંમતની વાત કરીએ તો 10,000 એમએએચની પાવર બેંકની કિંમત 3,699 રૂપિયા રાખવામાં આવી છે. આ વાયરલેસ પાવર બેંક સિલ્વરટચ અને પિંક કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ થશે. વાયરલેસ ચાર્જર ડ્યૂઓ પેડની કિંમત રૂ. 5,999 છે અને તે બ્લેક અને વ્હાઈટ કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ હશે.

આ વાયરલેસ ચાર્જર સાથે, તમે ગેલેક્સી નોટ સીરીઝ અને ગેલેક્સી એસ સીરીઝ સહિત Galaxy Bud, Galaxy Watch અને Qi સર્ટિફાઇડ ડિવાઇસ ચાર્જ કરી શકો છો. Wireless Charger Duaમાં ફાસ્ટ ચાર્જિંગ 2.0 નો સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે Galaxy S10 ને જુના ચાર્જરના મુકાબલામાં 30 મિનિટની અંદર ચાર્જ કરી શકાય છે.

તમે એમેઝોન અને ફ્લિપકાર્ટથી ટૂંક સમયમાં આ બંને સેમસંગ ચાર્જર્સને ખરીદી શકો છો. આ ઉપરાંત સેમસંગની ઇ-શોપ અને સેમસંગ ઓપેરા હાઉસથી ખરીદી શકાય છે. ખાસ વસ્તુ એ છે કે આ ચાર્જર એડપ્ટીવ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે એટલે કે તમે ફોનને ઝડપથી ચાર્જ કરી શકશો. વાયરલેસ ચાર્જિંગ પણ ફાસ્ટ હોવું એ તમારા માટે સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન