Samsung oppo and vivo to temporarily shut down its plant in India
  • Home
  • Featured
  • કોરોનાનો ખૌફ, સ્માર્ટફોનની આ દિગ્ગજ કંપનીઓએ ટપોટપ ભારતમાં પ્લાન્ટ કર્યા બંધ

કોરોનાનો ખૌફ, સ્માર્ટફોનની આ દિગ્ગજ કંપનીઓએ ટપોટપ ભારતમાં પ્લાન્ટ કર્યા બંધ

 | 10:04 am IST

કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. ભારતમાં દિલ્હી સહિત કેટલાયે રાજ્યોમાં લોકડાઉનનું એલાન કરી દેવામાં આવ્યુ છે. સેમસંગનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નોએડામાં છે અહીં દર વર્ષે કરોડોની સંખ્યામાં સ્માર્ટફોન બનાવવામાં આવે છે. કોરોના વાયરસના કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝ પણ ખુબજ પ્રભાવિત થયુ છે. સાઉથ કોરિયન કંપની સેમસંગ નોએડા સ્થિત તેનો સૌથી મોટો પ્લાન્ટ થોડા દિવસ માટે શટડાઉન કરી રહી છે.

સેમસંગના આપ્લાન્ટમાં દર વર્ષે 120 મિલિયન સ્માર્ટફોન બનાવવામાં આવે છે. કંપનીએ હાલ 23 માર્ચથી 25 માર્ચ સુધી તેને સદંતર બંધ કરી દીધેલ છે. અને તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ પર મોકલી દીધા છે.

સેમસંગ સિવાય ભારતમાં ઓપ્પો, વીવો અને એલજીના પ્લાન્ટ પણ આવેલા છે જેને કંપનીઓએ થોડા સમય માટે બંધ કરી દીધા છે. ઉત્તરપ્રદેશ સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે અને આ દરમિયના તમામ કમર્શિયલ એક્ટિવિટીઝ બંધ કરવામાં આવી છે.

મોટા ભાગની કંપનીઓના પ્લાન્ટ્સ ઉત્તરપ્રદેશ અને નોએડામાં છે આથી તમામ જગ્યાએ કામ પર અસર જોવા મળી છે. હાલ આ કંપનીઓએ 25 માર્ચ સુધી શટડાઉન કર્યુ છે. હાલ સ્થિતિને જોતા આ સમય વધારે તેવી શક્યતાઓ છે. મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોના વાયરસની અસર જોઈએ તો ઇતિહાસમાં પહેલી વાર દુનિયાભરમાં સ્માર્ટફોનના વેચાણમાં 38% ઘટાડો થયો છે.

એટલું જ નહી ભારતમાં મોબાઇલ પર GST વધારી દેવામાં આવ્યુ છે અને આવનારા સમયમાં મોબાઇલ મોંઘો થાય તો કઇ નવાઇ નહી.

આ વીડિયો જુઓ: લોકડાઉનની સ્થિતિમાં રાજકોટ પોલીસની અનોખી પહેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન