Samsung ready to Launch Galaxy Note 10 and Note 10+ in India
  • Home
  • Featured
  • સેમસંગ Galaxy Note 10 અને Note 10+ ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત વિશે

સેમસંગ Galaxy Note 10 અને Note 10+ ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત વિશે

 | 9:57 pm IST

સ્માર્ટફોન કંપની સેમસંગ Galaxy Note 10 અને Galaxy Note 10+ ને ભારતમાં જલ્દી લોન્ચ કરવાની છે. આ માટે કંપનીએ આધિકારિક રીતે આમંત્રણ મોકલવાનું શરૂ કર્યું છે. ઇવેન્ટનું આયોજન સેમસંગ ઓપેરા હાઉસ બેંગલુરુ ખાતે કરશે. ઇવેન્ટની શરૂઆત 12pm IST થશે.

મીડિયા રિપોર્ટ મુજબ સેમસંગ કંપની Galaxy Note 10 અને Galaxy Note 10+ ને ભારતમાં 20 ઓગસ્ટે લોન્ચ કરશે. ઇવેન્ટની લાઇવ સ્ટ્રીમિંગ અલગ-અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. કંપનીએ ગ્લોબલ લોન્ચિંગ બાદ જ Galaxy Note 10 અને Galaxy Note 10+ ની કિંમત અને ઉલબ્ધતા અંગે માહિતી આપી હતી. આ સ્માર્ટફોનની સેલ ભારતમાં 23 ઓગસ્ટથી શરૂ થશે.

રિપોર્ટ પ્રમાણે સેમસંગ Galaxy Note 10ની કિંમત ભારતમાં 8GB રેમ + 256GB સ્ટોરેજ માટે 69,999 રૂપિયા નક્કિ કરવામાં આવી છે. જ્યારે Galaxy Note 10+ ના બેઝ વેરિએન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેઝની કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે. જોકે હાલ 12GB+ 512GB વેરિએન્ટની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ગ્રાહક આ સ્માર્ટફોનને ઓરો બ્લેક, ઓરો ગ્લો અને ઓરો વ્હાઇટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ગ્રાહક આ સ્માર્ટફોનની પ્રીબુકિંગ એમેઝોન, ફ્લિકાર્ટ, પેટીએમ મોલ, સેમસંગ ઓનલાઇન સ્ટોરના માધ્યમથી પણ કરી શકે છે. પ્રીબુકિંગ કરતા પહેલા ગ્રાહકોએ સ્કિમ સંબંધી શર્તો અને નિયમો વાંચી લેવા.

આ વીડિયો પણ જુઓ: મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન