samsung-s10-series-live-launch-galaxy-s10-galaxy-s10-plus-s10e-and-foldable-phone-price-and-feature
  • Home
  • Featured
  • માર્કેટમાં આવી ગયો સેમસંગનો ફોલ્ડેબલ ફોન Galaxy Fold, કિંમત જાણી ચોંકી જશો

માર્કેટમાં આવી ગયો સેમસંગનો ફોલ્ડેબલ ફોન Galaxy Fold, કિંમત જાણી ચોંકી જશો

 | 12:30 pm IST

સેમસંગે બુધવારે સાનફ્રાન્સીસકોમાં આયોજીત એક ઇવેન્ટમાં તેમનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. સેમસંગના ફોલ્ડેબલ ફોનનું નામ Galaxy Fold છે. Galaxy Foldની કીંમત 1,980 ડોલર (1.41 લાખ રૂપિયા) છે. સેમસંગ Galaxy Fold 26 એપ્રીલથી માર્કેટમાં મળતો થશે. સેમસંગે તેમના ફોન Galaxy Foldને એપ્રિલ આસપાસ જ ભારતમાં લોન્ચ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે જો કે આ અંગે સત્તાવાર એલાન બાકી છે.

એક સાથે 3 એપમાં થઇ શકશે કામ

Galaxy Foldનો 5G વેરીયંટ પણ હશે, પરંતુ કદાચ તેને ભારતમાં લોન્ચ કરવામાં નહીં આવે. Galaxy Foldમાં બે ડિસપ્લે આપવામાં આવ્યા છે. જ્યારે આ ફોલ્ડેબલ ફોન, સ્માર્ટફોન મોડમાં હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 4.6 ઇંચ હશે. તો જ્યારે આ ફોન ટેબલેટ મોડમા હશે ત્યારે તેની સ્ક્રીન સાઇઝ 7.3 ઇંચ હશે.

Galaxy Foldનું 4G LTE અને 5G મોડલ હશે. Samsung Galaxy Fold ફોન થ્રી એપ મલ્ટીટાસ્કીંગની સુવિધા આપશે એટલે કે યુઝર એક જ સમયે ત્રણ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે. એક સ્ક્રીનથી બીજી સ્ક્રીનમાં જવા માટે ફોનમાં App Continuity ફીચર છે. ફોલ્ડેબલ ફોનમાં દરેક સ્ક્રીન સ્વતંત્રરૂપે કામ કરશે.

ફોલ્ડેબલ ફોનમાં છે કુલ 6 કેમેરા

Samsung Galaxy Foldમાં હિંજ દેવામાં આવ્યા છે. જેનાથી યુઝર ફોનને ફોલ્ડ કરી શકે છે. સેમસંગનો ફોલ્ડેબલ ફોન ચાર કલર વેરીયંટમાં આવશે. હિંજના કલરને પણ ક્સ્ટમાઇઝ્ડ કરવામાં આવ્યો છે. સેમસંગનો ફોલ્ડેબલ ફોન Galaxy Foldમાં કુલ 6 કેમેરા હશે જેમાંથી ફોનની પાછળ ત્રણ કેમેરા હશે જ્યારે અંદર 2 કેમેરા હશે જ્યારે એક કેમેરો ફોલ્ડેબલ ફ્રેંટ પર હશે.

આ સ્માર્ટફોનમાં 12 GBની રેમ અને 512 GBનુ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં સાઇડ ફિંગરપ્રિંટ સ્કેનર હશે. બે ડિસ્પ્લે પાવર આપવાના કારણે આમાં બે બેટરી આપવામાં આવી છે. આ યૂનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ (UFS) 3.0ને સપોર્ટ કરતો હોય તેવો પહેલો સ્માર્ટફોન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન