નોકિયાને ટક્કર આપવા સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy On Max, જાણો કિંમત અને ફિચર્સ - Sandesh
NIFTY 10,400.00 +21.60  |  SENSEX 33,849.23 +74.57  |  USD 64.6950 +0.49
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • નોકિયાને ટક્કર આપવા સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy On Max, જાણો કિંમત અને ફિચર્સ

નોકિયાને ટક્કર આપવા સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy On Max, જાણો કિંમત અને ફિચર્સ

 | 6:37 pm IST

સેમસંગે શુક્રવારે પોતાનો Galaxy On Max ભારતમાં લોન્ચ કરી દીધો છે. સેમસંગે આ શાનદાર સ્માર્ટફોનની કિંમત 16,900 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનને એક્સક્યુઝીવલી 10 જુલાઈ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. તે ઉપરાંત ફ્લિપકાર્ટ તેની સાથે એક ઓફર પણ આપી રહ્યું છે. આ ઓફળ હેઠળ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી આ સ્માર્ટફોન ખરીદવા પર 2000 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સેમસંગેનના આ સ્માર્ટફોનની સીધી ટક્કર નોકિયા 6 સાથે થશે. તે ઉપરાંત એવું પણ કહી શકીએ કે, નોકિયાને ટક્કર આપવા માટે સેમસંગે આ બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે.

Galaxy On Maxમાં 5.7 ઈંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. 1.69 GHz ઑક્ટા-કોર મીડિયાટેક પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે. 32GB ઈન્ટરનલ મેમરી છે જેને એસડીકાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 7.0 નોગટ પર રન કરે છે.

ફોટોગ્રાફી માટે સેમસંગ ગેલેક્સી On Maxમાં એફ/1.7 અપર્ચરવાળો 13MPનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં f/1.9 અપર્ચરવાળો 13MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. સેમસંગે આ સ્માર્ટફોનને બ્લેક તથા ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ કરાવ્યો છે.