sana khaan accuses boyfriend melvin louis of cheating on her
  • Home
  • Featured
  • Photos: બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં ભડકી સના ખાન, સોશિયલ મીડિયા પર વરસી પડી

Photos: બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં ભડકી સના ખાન, સોશિયલ મીડિયા પર વરસી પડી

 | 4:20 pm IST

એકટ્રેસ સના ખાન હાલ તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સનાએ તેના બોયફ્રેન્ડ melvin louisને દગાખોર કહ્યો છે. સોશિયલ મીડિયા પર સનાએ લાંબી લચક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ક્યા કારણે તે તેના બોયફ્રેન્ડથી અલગ થઈ ગઈ છે.

સનાએ કહ્યું કે મારા દુર્ભાગ્ય કે મને આવો બોયફ્રેન્ડ મળ્યો. હું પ્રેમ અને સંબંધોમાં ગાઢ વિશ્વાસ ધરાવું છુ મારી સાથે જ આવું થયુ. મે જેને પ્રેમ કર્યો તે પ્રેમને લાયક ન હતો. મેં આંખો બંધ કરી તેના પર વિશ્વાસ કર્યો અને તેણે મને દગો કર્યો.
સનાએ કહ્યું કે તેણે મારા સિવાય કેટલીયે યુવતીઓ સાથે પ્રેમનું નાટક કર્યુ.

આમાં એક એવુ નામ છે જેના વીશે જાણીને મને ખુબ લાગી આવ્યુ હું જરૂરથી દુનિયા સામે તેનો ચહેરો લાવીશ. #shameonyou miss…

સનાએ આગળ કહ્યુ તમારા સંસ્કાર કેવા છે તે ખુબ મહત્વનું છે. સનાએ કહ્યું કે તે મારી સાથે લગ્ન કરી બાળકો ઇચ્છતો હતો પણ આવા પિતાને મેળવી મારા બાળકો શું કરી શક્યા હોત? સનાએ કહ્યું કે શરૂઆતમાં મને શક થયો પણ મે મનને મનાવ્યુ. જ્યારે તેનો ફોન મારા હાથમાં આવ્યો તેનો અસલી ચહેરો મારી સામે હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન