sana saeed birthday special know about kuch kuch hota hai girl
  • Home
  • Featured
  • ‘કુછ કુછ હોતા હૈ’ની અંજલિના એવા ફોટો વાયરલ કે હક્કા બક્કા રહી જશો, જુઓ દિલધડક તસવીરો

‘કુછ કુછ હોતા હૈ’ની અંજલિના એવા ફોટો વાયરલ કે હક્કા બક્કા રહી જશો, જુઓ દિલધડક તસવીરો

 | 10:28 pm IST

હિન્દી ફિલ્મો અને નાના પડદામાં તેના અભિનયથી લાખો લોકોના દિલ જીતનાર સના સઈદનો જન્મદિવસ 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. સના સઈદ એ જ છોકરી છે જેણે શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરૂખની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ અંજલિ હતું.

સના સઈદનો જન્મ 22 સપ્ટેમ્બર 1988માં મુંબઇમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો છે. સના સઈદ પહેલા ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં, તેમના રમતિયાળ પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પછી, સના સઈદે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’માં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારપછી તો સનાએ ક્યારેય પાછુ વળીને નથી જોયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન