Sana Saeed shakes up the internet with her Gorgeous Pictures
  • Home
  • Featured
  • જુઓ…શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દિકરી સના સઇદની હોટ અને ગ્લેમરસ તસવીરો

જુઓ…શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દિકરી સના સઇદની હોટ અને ગ્લેમરસ તસવીરો

 | 6:22 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ સના સઇદએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ…’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સનાએ શાહરૂખ ખાનની નાનકડી ક્યુટ દીકરી અંજલીનું પાત્ર ભજવ્યું હતું. જોકે મોટી થયા બાદ હાલ સના ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. પરંતુ તેને ઘણા રિયલિટી શો કર્યા છે. જેમાં ‘નચ બલીએ’, ‘ઝલક દિખલા જા’,‘ખતરો કે ખિલાડી’ સામેલ છે.

સના સઇદ બોલિવૂડની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તે સતત તેના બોલ્ડ અને હોટ ફોટાઓ શેર કરતી હોય છે. શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દિકરી સના સઇદ ઇન્ટાગ્રામ પર ખાસ્સો એવો ફેન ફોલોઇંગ ધરાવે છે. સનાની હોટ અને ગ્લેમરસ તસવીરોને ફેન્સ ઘણી પસંદ કરે છે. સનાએ અન્ય ફિલ્મ જેમકે ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યું છે. ઉપરાંત સના ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’ અને ‘ફગલી’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન