Sanad ma patni ni hatya kari pati farar
  • Home
  • Ahmedabad
  • સાણંદમાં 3 માસના લગ્નજીવનનો અંત, પતિએ જ પત્નીને પતાવી દીધી

સાણંદમાં 3 માસના લગ્નજીવનનો અંત, પતિએ જ પત્નીને પતાવી દીધી

 | 11:40 pm IST
  • Share

  • અગમ્ય કારણોસર પતિના માથે કાળ સવાર થયો
  • તિક્ષ્ણ હથિયારથી પત્નીનું માથું ધડથી અલગ કરી નાંખ્યું
  • પત્નીનું કાસળ કાઢ્યા બાદ હત્યારો પતિ ફરાર

સાણંદમાં પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દઈને ફરાર થઈ જતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સાણંદના ગઢવી વાસમાં ભાડે મકાન રાખી રહેતા પતિ-પત્નીના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતા. એવામાં કોઈ અગમ્ય કારણોસર પતિના માથે કાળ સવાર થઈ ગયો અને તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળું ધડથી અલગ કરીને ઘાતકી હત્યા કરી નાંખી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ કચ્છ જિલ્લાના આદેસરાનો પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાણંદ ખાતે રહેતો હિતેશ ઉર્ફે ચકો ગોહિલ GIDCમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના લગ્ન 12 જુલાઈ, 2021ના રોજ રાપર ખાતે રહેતા હંસાબેન સાથે થયા હતા. આજે તેમના ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ ઘરનું તાળું ખોલીને તપાસ કરતાં ગળુ કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બાબતની જાણ થતાં સાણંદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે મહિલાના ભાઈએ પતિ જ પત્નીનું ગળું કાપીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

હાલ હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘર કંકાશના કારણે હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ ગુનામાં મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે FSL તેમજ CCTV ફૂટેજ ચકાસીને હત્યારા પતિને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો