એક સમયે ક્રિકેટના મેદાનમાં બોલર્સ 'ધ્રુજતા', અત્યારે લાકડીના ટેકે ચાલે છે જયસૂર્યા! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • એક સમયે ક્રિકેટના મેદાનમાં બોલર્સ ‘ધ્રુજતા’, અત્યારે લાકડીના ટેકે ચાલે છે જયસૂર્યા!

એક સમયે ક્રિકેટના મેદાનમાં બોલર્સ ‘ધ્રુજતા’, અત્યારે લાકડીના ટેકે ચાલે છે જયસૂર્યા!

 | 2:51 pm IST

કયારેક પોતાની બેટિંગથી ભલાભલા બોલર્સને પણ હંફાવી દેનાર, તેમની લાઇન, અને લેન્થ બગાડનાર પૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા આજે પોતાના પગ પર ચાલી શકવા માટે સક્ષમ નથી. તેઓ ટેકા વગર એક ડગલું પણ ભરી શકતા નથી. જયસૂર્યા લાકડીના ટેકે ચાલે છે. એક સમયે વિસ્ફોટક બેટિંગ કરનાર ખેલાડી આજે ઘૂંટણની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ જયસૂર્યાના ઘૂટણનું ઓપરેશન ટૂંક સમયમાં જ થશે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ જયસૂર્યા બે વખત શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિના ચેરમેન રહ્યા. જો કે તેમનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો. તેઓ આશા પર ખરા ઉતર્યા નહીં. એમ પણ કહેવાય છે કે તેમના કાર્યકાળમાં સમિતિએ ઘણા બધા ફેરફાર કર્યા તેનાથી ખેલાડીઓની વચ્ચે ટીમમાં પોતાની જગ્યાને લઇ અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થઇ, તેના લીધે તેમના પ્રદર્શન પર અસર પડી. 2017મા જયસૂર્યા અને તેમની ટીમ એ દક્ષિણ આફ્રિકા અને ઘરમાં ભારતના હાથે બરાબર સફાયો થતાં રાજીનામું આપી દીધું હતું.

સીલોન ટુડેના સમાચાર મુજબ સનથ જયસૂર્યા લાકડીના ટેકા વગર ચાલી શકતો નથી અને તેમના ઘૂંટણનું ઑપરેશન થવાનું છે. જયસૂર્યા જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં ઑસ્ટ્રેલિયા જઇ શકે છે જ્યાં મેલબોર્નમાં તેની સર્જરી થશે. આખી પ્રક્રિયામાં મહિના સુધીનો સમય લાગી શકે છે જેમકે સર્જરી બાદ તેમને જટિલતાઓથી બચવા માટે દેખરેખમાં રખાશે. એ પણ પારખાશે કે તેઓ સર્જરી બાદ ફરીથી પગ પર ઉભા થઇને ચાલી શકશે કે નહીં.

48 વર્ષના જયસૂર્યાએ 2011મા રિટાયર થતાં પહેલાં શ્રીલંકન ક્રિકેટ ટીમના મજબૂત સ્તંભ મનાતા હતા. તેઓ ક્રીઝ પર હોય તો વિપક્ષી ટીમને સ્ટ્રેટજી બનાવામાં મુશ્કેલી પડતી હતી. જયસૂર્યાએ પોતાની તાબડતોડ બેટિંગથી શ્રીલંકા જ નહીં દુનિયાભરમાં પોતાના ફૈન્સ બનાવ્યા. તેમણે 40ની સરેરાશથી 110 ટેસ્ટ મેચોમાં 6973 રન બનાવ્યા અને 50 ઓવરના ફોર્મેટમાં 443 મેચોમાં 13000 રન બનાવ્યા. તેમણે શ્રીલંકા માટે 20 ઓવરોના ટી20 મેચોમાં પણ પોતાની બેટિંગની કમાલ દેખાડી છે. તેઓ 31 ટી20 મેચ રમ્યાં. અંતમાં વધતી ઉંમર આ દિગ્ગજ ક્રિકેટરની કેરિયર આડે આવી અને હવે સ્થિતિ ઘૂંટણના ઓપરેશન સુધી આવી પડી છે.