sandal wood tree, if you want to plant then know about it
  • Home
  • Astrology
  • ચંદનનું વૃક્ષઃ ધાર્મિક કાર્યોમાં વપરાતું ચંદન આપે છે શીતળતા અને સુગંધ

ચંદનનું વૃક્ષઃ ધાર્મિક કાર્યોમાં વપરાતું ચંદન આપે છે શીતળતા અને સુગંધ

 | 4:39 pm IST

મલયાલમ, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ચંદન અને કન્નડ ભાષામાં શ્રીગંધા અને ગુજરાતીમાં સુકેત તરીકે ઓળખાતું ચંદનનું વૃક્ષ પરોક્ષ રીતે પૂજામાં ઘણું જ ઉપયોગી છે. ચંદન શીતળતા આપે છે. સુંગધ આપે છે. તેથી ભગવાનને ચંદનનો ચાંદલો કે લેપ કરવામાં આવે છે.  ચંદનના વૃક્ષને સદાબહાર વૃક્ષ માનવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આ વૃક્ષ મૂળભૂત રીતે ભારતનું છે પણ વિજ્ઞાનીઓ તેને ઈન્ડોનેશિયાનું ઝાડ માને છે. ત્યાં ચંદનની ત્રણ પ્રકારની પ્રજાતિ હોય છે. જ્યારે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તેની કુલ વીસ જાત જોવા મળે છે. ભારતમાં જોવા મળતા ચંદનના વૃક્ષોને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વેપારની દ્રષ્ટિએ તેનું સૌથી વધું મહત્વ છે.

જો તમે ચંદનનું વૃક્ષ ઉછેરવા માંગતા હોય તો ચંદનના વૃક્ષનો સ્વભાવ અને બીજી અન્ય બાબતોની જાણકારી મેળવવી જરૂરી છે. આ વૃક્ષના મૂળ હોસ્ટોરિયાના સહારે બીજા વૃક્ષોના મૂળથી જોડાયેલા ભોજન, પાણી અને ખનિજ મેળવે છે. ચંદનના પરપોષકમાં લીમડો, હરદળ વગેરે જેવા વૃક્ષમાં મુખ્ય છે. ચંદન આ વૃક્ષોની આસપાસ લાગે છે. જો તમે ચંદન વાવતા હોય તો આજુબાજુ લીમડો કે હળદર વાવો.

ચંદન ખુબ જ સુગંધિત હોય છે. પરંતુ ચંદનના વનમાં કોઇ ખાસ પ્રકારની સુગંધ હોતી નથી. ચંદનના વૃક્ષ પર વર્ષમાં બે વખત ફળ અને ફૂલ આવે છે. વરસાદ પહેલાં અને વરસાદ બાદ ચંદનના વૃક્ષ પર ફળ અને ફૂલો આવે છે. ચંદનના લીલા વૃક્ષમાં સુંગધ હોતી નથી, વાસ્તવમાં ચંદનના વૃક્ષની પાકી ડાળી જેને હીરા બરાબર માનવામાં આવે છે, તેમાં જ સુગંધ હોય છે. આ સુગંધીત લાકડીનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ચંદનના વૃક્ષો વધારે જોવા મળે છે.  તે જ પ્રકારે પેસિફિક ચંદન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં થાય છે. ચીન, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં ચંદનના વૃક્ષ થાય છે.

સામાન્ય રીતે બજારમાં ચંદનના ચાર પ્રકારના જોવા મળે છે, સફેદ, મયુર, લાલ, અને નાગ ચંદન. તેમાં મળતું આવતું એક બીજું વૃક્ષ છે. તે છે ટેરોકાર્પસ સેંટલાઇન્સ, પણ તે ચંદન નથી. ચંદન ઓછો વરસાદ થતો હોય તેવી જમીન પર પણ ઝડપથી થાય છે, ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં ઓછો વરસાદ થાય છે તે એ ઉપરાંત બનાસકાંઠાનો કેટલાંક ભાગ વધું માફક આવે છે. આ જમીન પર થતા વૃક્ષમાં હીરા અને તેલની માત્રા વધારે હોય છે.

આયુર્વેદમાં ચંદનને શીતળ, શક્તિવર્ધક, દંતક્ષયનાશક અને શરીરને શક્તિ આપનાર માનવામાં આવે છે. ચંદનનું શરબત પણ પીવામાં આવે છે, સ્ત્રીઓ શૃંગાર, સુગંધ માટે ચંદનનો ઉપયોગ કરે છે.

સંસ્કૃત સાહિત્યમાં ચંદનનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચંદનની લાકડીને સુંદર અને પવિત્ર કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સુંદર કામ જેવા કે કલાત્મક મૂર્તિઓ, રમકડા બનાવવા તથા સજાવટના સામાન બનાવવામાં પણ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.