ચહેરાને ઝડપી ગોરો બનાવવા આ રીતે ઘરે બનાવો ચંદન-હળદરનો ફેસપેક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાને ઝડપી ગોરો બનાવવા આ રીતે ઘરે બનાવો ચંદન-હળદરનો ફેસપેક

ચહેરાને ઝડપી ગોરો બનાવવા આ રીતે ઘરે બનાવો ચંદન-હળદરનો ફેસપેક

 | 5:20 pm IST
  • Share

વર્તમાન સમયમાં કોઇપણ વ્યક્તિને સૌથી વધારે ચિંતા તેમના ચહેરાની હોય છે. જો કે આજે આપણી જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત અને ભાગદોડ ભરેલી બની ગઇ છે જેમાં આપણે આપણા ચહેરાની સંભાળ રાખવાનું ભુલી જ ગયા છીએ. પરંતુ આપણા ઘરમાં જ એવા સરળ નુસખા હોય છે જેનો ઉપયોગ કરીને આપણે આપણી ત્વચા અને ખાસ કરીને ચહેરામાં રોનક લાવી શકીએ છીએ. જો તમે પણ તમારા ચહેરાને ગોરો તથા દાગ-ધબ્બા વિનાનો બનાવવા માંગતા હોવ તો આજથી યુઝ કરવા લાગો આ ચંદન-હળદરનો ફેસપેક….

ચંદન-હળદરનો ફેસપેક
2 ચમચી ચણાનો લોટ
2 ચમચી ચંદનનો પાવડર
અડધી ચમચી હળદર
એક ચપટી કપૂર
સાદુ પાણી, દૂધ અથવા ગુલાબ જળ(ત્રણમાંથી એક વસ્તુ જ વાપરવી)

ચણાનો લોટ, ચંદન પાઉડર, ક્પૂર અને હળદર સાદા પાણીમાં, દૂધ કે ગુલાબજળમાં ભેગું કરી જાડી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર સરખી રીતે લગાવો અને વીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા ફેસને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ આ ફેસપેકનો જો તમે રોજ યુઝ કરશો તો તમારો ફેસ એકદમ ખીલી ઉઠશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન