sandeep singh says ankita lokhande gave up her career for sushant
  • Home
  • Entertainment
  • Bollywood
  • મિત્ર ડાયરેક્ટરનો મોટો ખુલાસો: સુશાંત સિંહ માટે અંકિતા આ હદ સુધી જવા તૈયાર હતી, પરંતુ….

મિત્ર ડાયરેક્ટરનો મોટો ખુલાસો: સુશાંત સિંહ માટે અંકિતા આ હદ સુધી જવા તૈયાર હતી, પરંતુ….

 | 4:22 pm IST

સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી આખું બોલિવૂડ, તેના નજીકના મિત્રો અને ચાહકો દુ:ખમાં છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના મિત્ર અને નિર્માતા સંદિપસિંહે બંને વચ્ચેના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો છે. સંદિપસિંહે કહ્યું હતું કે, સુશાંત અને રિયા ચક્રવર્તીના લગ્નના પ્લાનિંગ વિશે મને નથી ખબર, પરંતુ હા તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સુશાંતને સારી રીતે સમજતી હતી.

સંદીપે એક અખબાર સાથે વાત કરતાં કહ્યું કે, ‘સુશાંતના છેલ્લા દિવસોમાં પણ તેની આસપાસ લોકો હતા. અમે હંમેશા કોલ અને મેસેજમાં એકબીજા સાથે જોડાયેલા હતા. મને નથી લાગતું કે, જ્યારે કોઈ આવું કંઈક કરવાનું વિચારે છે ત્યારે કોઈ પણ આવી વાત બીજા સાથે શેર કરે. સુશાંત સિંહ રાજપૂતનાં લગ્ન વિશે વાત કરતાં સંદીપે કહ્યું- ‘ રિયા ચક્રવતી સાથેના લગ્નનું મને આમંત્રણ પણ અપાયું ન હતું, તેથી મને ખરેખર તેના વિશે કંઈપણ ખબર નથી. મને જે ખબર છે તે એ છે કે, અંકિતા અને સુશાંત એક સમયે લગ્ન કરવા માંગતા હતા.

તેમણે આગળ કહ્યું કે, સુશાંત સાથે મારા માટે છેલ્લો સંબંધ એ જ હતો અને હું આ જ સ્મૃતિ સાથે રહેવા માંગું છું. અંકિતા માત્ર તેની ગર્લફ્રેન્ડ નહોતી. તેણે સુશાંતના જીવનમાં તેની માતાનું સ્થાન લીધું હતું. તેણે તેની માતાની જેમ સંભાળ રાખી. ઇન્ડસ્ટ્રીમાં મારી 20 વર્ષની યાત્રામાં મેં તેના જેવી છોકરી ક્યારેય નથી જોઈ. તે જે રીતે સુશાંતની સંભાળ રાખતી હતી એવી કદાચ કોઈ નહીં રાખી શકે. તે એકમાત્ર એવી હતી જે તેને બચાવી શકતી હતી. તે તેને ગમતું બધું જ કરતી હતી. તેણે બનાવેલું ભોજન સુશાંતની પહેલી પસંદગી હતી. ઘરમાં પુસ્તકો પણ એવા જ રાખતી કે જે સુશાંતને વાંચવામાં મજા આવતી હતી.

View this post on Instagram

RIP @sushantsinghrajput Bhai, why did you do this

A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on

અંકિતા માટે તેની ખુશી સુશાંતની ખુશી પર નિર્ભર હતી. હું ખરેખર ઈચ્છું છું કે દરેકને અંકિતા જેવી છોકરી મળે. તે સુશાંત વિશે એટલી ભાવનાશીલ હતી કે તે સુશાંત માટે તે પોતાની કારકિર્દી પણ છોડવા તૈયાર થઈ ગઈ હતી. તેને ફિલ્મોની ઓફર પણ મળી રહી હતી. બ્રેકઅપ પછી પણ તે ઘણીવાર પ્રાર્થના કરતી હતી કે સુશાંતની ફિલ્મો સફળ થાય.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં વાહનચાલકની બેદરકારીએ લીધો જીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન