Sandesh is coming up with Sandesh Knowledge Challenge. Come and participate
  • Home
  • Featured
  • વડોદરા : ‘સંદેશ નૉલેજ ચેલેન્જ’ સ્વીકારી શિક્ષણ જગતના મોભીઓનો હુંકાર, કહ્યું આ વિચાર શિક્ષણનું સદ્દભાગ્ય

વડોદરા : ‘સંદેશ નૉલેજ ચેલેન્જ’ સ્વીકારી શિક્ષણ જગતના મોભીઓનો હુંકાર, કહ્યું આ વિચાર શિક્ષણનું સદ્દભાગ્ય

 | 12:18 pm IST

સંદેશ દ્વારા બાળકોમાં જનરલ નોલેજ વધે તે માટે સંદેશ નોલેજ ચેલેન્જ ૨૦૧૯-૨૦નું આયોજન કરાયું છે. નોલેજ ચેલેન્જ સ્પર્ધાની માહિતી આપવા શહેરનાં શિક્ષણ જગત સાથે જોડાયેલા મહાનુભાવો, શાળાના પ્રિન્સિપાલ્સ, શાળાનાં ડાયરેક્ટર્સ અને શિક્ષણ ખાતાનાં અધિકારીઓનો એક સંયુક્ત કાર્યક્રમ શહેરની સૂર્યા પેલેસ હોટલમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શિક્ષણ જગતનાં મહાનુભાવોને શાળાના બાળકોમાં ઘટતા જનરલ નોલેજ અંગે સંદેશની ચિંતાથી વાકેફ કરાવવામાં આવ્યાં હતાં. શહેરનાં શિક્ષણવિદોએ સંદેશની આ પહેલને એકી અવાજે વધાવી લીધી હતી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સંદેશની આ નોલેજ ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લેશે તેવી ખાતરી આપી હતી.

શિક્ષણ જગતમાં એક નવી પહેલ પાડનારી સંદેશની નોલેજ ચેલેન્જ સ્પર્ધાની શરૃઆત થઇ ગઇ છે. સંદેશની ટીમ શહેરની શાળાઓમાં ફરીને આ અંગે બાળકોને માહિતી આપી રહી છે. ત્યારે શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવોના આ કાર્યક્રમમાં સૌએ સંદેશની આ પહેલને બિરદાવીને કહ્યું હતું કે, આજના જમાનામાં ”નોલેજ ઇઝ ધ પાવર” એ સૂત્ર અગત્યનું બન્યું છે ત્યારે સંદેશે બાળકોમાં જાગૃતિ લાવવાનું જે અભિયાન હાથ ધર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

સમારંભમાં ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાનાં શિક્ષણાધિકારી ડો. યુ.એમ. રાઠોડે જણાવ્યું હતું કે, સંદેશ જેવું અગ્રણી અખબાર સીધી રીતે શિક્ષણ સાથે જોડાય તે વાત ખૂબ મહત્વની છે. જનરલ નોલેજના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વિચારધારા કેળવાય ઉપરાંત તેમનામાં સહશૈક્ષણિક પ્રવૃત્તિની ભાવના વિકસે તે માટે સંદેશ દૈનિક દ્વારા ઉમદા પ્રયાસ હાથ ધરાયો છે. સૌ કોઈએ આ શૈક્ષણિક કાર્યમાં જોડાવવું જોઈએ. સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યોમાં સંદેશની આ પહેલને આવકારી હતી અને પૂરો સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

શિક્ષણ સંઘના કયા હોદ્દેદારોની હાજરી ?
આર.સી.પટેલ – ઉપ પ્રમુખ, શહેર શાળા સંચાલક મંડળ,
મુકુંદ પટેલ – મહામંત્રી, વડોદરા શહેર શાળા સંચાલક મંડળ
કિરણ પટેલ, પ્રમુખ, વડોદરા શહેર માધ્યમિક શિક્ષણ સંઘ
ડો.મહેશ ચૌધરી – મહામંત્રી, શહેર માધ્યમિક શિક્ષણ સંઘ
ધર્મેશ જોષી – પ્રમુખ, શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ
જગજીતસિંઘ લબાના – મહામંત્રી, શહેર ઉ.મા.શિક્ષણ સંઘ
બી.એફ.રાઠોડ – પૂર્વ પ્રમુખ, શહેર-જિલ્લા આચાર્ય સંઘ

શહેરની કઈ સ્કૂલોના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં ?
જયેન્દ્ર શાહ – ચેરમેન, બ્રાઇટ ગ્રૂપ ઓફ સ્કૂલ
સૂર્યકાંત શાહ -ચેરમેન, અંબે ગ્રૂપ ઓફ સ્કૂલ
મહેન્દ્ર શાહ – ડિરેક્ટર, અંબે ગ્રૂપ ઓફ સ્કૂલ
પંકજ જાની – મેનેજિંગ ટ્રસ્ટી, શ્રેયસ એજ્યુકેશન શ્ ટ્રસ્ટ
શિતલ મહેતા – ટ્રસ્ટી, જીવન સાધના
મીના મહેતા – સ્ડ્ઢ, બરોડા પબ્લીક ગ્રૂપ ઓફ સ્કૂલ
હર્ષલ અમીન – ટ્રસ્ટી, નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ
સુનિલ દલવાડી – ચેરમેન, જે.સી. ગ્રૂપ ઓફ ઇન્ટિસ્ટયૂટ

ક્લાસરૃમ બહારની આ એક સારી એક્ટિવિટી
વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકીયા જ્ઞાન માટે પ્રયત્નશીલ રહેવું એ પુરતું નથી. તેમણે અન્ય બાહ્ય જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સંદેશ દૈનિકે શરૃ કરેલું આ અભિયાન બાળકોને તેમના સામાન્ય જ્ઞાન સહીતના વિકાસમાં મદદરૃપ બની રહેશે. – નીતા જાની, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રેયસ ગ્રુપ

બાળકો સામાન્ય જ્ઞાનથી સજ્જ હોવા તે ખૂબ જરૃરી
બાળકોમાં સામાન્ય નોલેજ હોવું જોઈએ, તે ખૂબ જરૃરી છે. સામાન્ય જ્ઞાનથી આસપાસની દુનિયાથી માહિતગાર રહી શકે છે. આ માટે સંદેશનો સામાજીક અભિગમ આવકાર્ય છે. અમે વધુમાં વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરે તેવો પ્રયત્ન કરીશું. – દિલીપસિંહ ગોહીલ, અધ્યક્ષ

DEO સહિત શિક્ષણ સમિતિના હોદ્દેદાર પણ હાજર રહ્યાં
ડો.યુ.એસ.રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી
દીલિપસિંહ ગોહીલ – ચેરમેન, શિક્ષણ સમિતિ
નલીન ઠાકર – વાઇસ ચેરમેન, શિક્ષણ સમિતિ
ધર્મેન્દ્રસિંહ ચુડાસમા – સાશનાધિકારી, શિક્ષણ સમિતિ
કમલેશ પરમાર – એજ્યુકેશન ઇન્સ્પેક્ટર

શાળાઓએ કરવાનું કામ અખબારે કર્યું
વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન પ્રત્યેનો રસ રૃચી કેળવાય તે કામ શાળાઓનુ છે, જે કામ અખબાર કરી રહ્યું છે. તે અભિનંદનને પાત્ર છે. તમામ શાળાઓએ આ નોલેજ ચેલેન્જમાં જોડાવવું જોઈએ. શિક્ષણ પરીક્ષાકેન્દ્રી થઈ ગયું છે. જે ખેદજનક છે. – આર સી પટેલ, ઉપપ્રમુખ, શાળા સંચાલક મંડળ

વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન તરફ વળશે
સામાન્ય જ્ઞાનને લગતી આ પ્રવૃત્તિમાં શિક્ષકોને જોડયાં તે ખૂબ મહત્વની વાત છે. આજના સમયમાં મોબાઈલ અને લેપટોપમાં અટવાયેલો રહેતો વિદ્યાર્થી તેમાંથી બહાર આવીને અખબાર વાંચતો થશે. અને તેનુ સારૃ પરિણામ મળશે. -મીના મહેતા, ટ્રસ્ટી, બરોડા પબ્લિક સ્કૂલ

સામાન્ય જ્ઞાનને મુદ્દે રાજ્યના વિદ્યાર્થીઓ ઘણાં પાછળ
સંદેશ વડોદરા આવૃત્તિના તંત્રી મયુર પાઠકે સમગ્ર નોલેજ ચેલેન્જનો વિગતે ચિતાર રજૂ કર્યો હતો. તેમણે નોલેજ ચેલેન્જ જેવી યોજનાઓની રાજ્યમાં આજે કેમ યથોચિત આવશ્યકતા છે તે બાબત ઉપર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતુ કે, સિવિલ ર્સિવસ જેવી મહત્વની જાહેર પરીક્ષામાં સમગ્ર દેશમાં અતિ વિકસીત હોવા છતાં ગુજરાત રાજ્ય નંબર દેશમાં ૧૬મા ક્રમે છે. જેને આપણે પછાત માનીએ છીએ તેવા યુ પી અને બિહાર જેવા રાજ્યોમાંથી આ પરીક્ષામાં ઢગલાભેર વિદ્યાર્થીઓ પાસ થાય છે.

આ રાજ્યો સિવિલ ર્સિવસની એક્ઝામમાં મોખરે છે. સાધન-સુવિધાની કમી હોવા છતાં આ રાજ્યોએ પુસ્તકીયા જ્ઞાાનની સાથે સામાન્ય જ્ઞાનને પણ એટલું જ મહત્વ આપ્યું છે. એક અભ્યાસને અંતે રાજ્યના વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાનની કમી હોવાનું જણાઈ આવતાં આખરે સંદેશે આ નોલેજ ચેલેન્જ સ્પર્ધા રજૂ કરી પોતાની સામાજીક ફરજ અદા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન