વડોદરા : સંદેશ નોલેજ ચેલેન્જ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને માહિતીનો ભંડાર - Sandesh
  • Home
  • Newspaper
  • વડોદરા : સંદેશ નોલેજ ચેલેન્જ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને માહિતીનો ભંડાર

વડોદરા : સંદેશ નોલેજ ચેલેન્જ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને માહિતીનો ભંડાર

 | 3:30 am IST

આજના સમય જ્ઞાાન અને માહિતીનો છે. માત્ર પુસ્તકમાંથી મેળવેલાં જ્ઞાાન ઉપર આધારીત નહીં રહી શકાય. તેથી ય આગળ વધી પળે પળે નીત નવી જાણકારીથી માહિતગાર રહેવું પડશે. જ્ઞાાનના સિમાડા વિશ્વસ્તરે વિકસ્યાં છે. સામાન્ય જ્ઞાાન પણ વિશેષસ્તરનું હશે તે વિદ્યાર્થી મેદાન મારી જશે. તેમ શહેરની શાળાના એક્સપર્ટ સબ્જેક્ટ ટીચર્સનું કહેવું છે.

સામાન્ય જ્ઞાાન સાથે ભાષાના વ્યાકરણમાં સુધારો થશે

સંદેશની નોલેજ ચેલેન્જથી વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાાનમાં પરોવાતાં થશે. આજના સોશિયલ મીડિયાના સમયમાં વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાાન માટે વાંચન કરતાં નથી. નોલેજ ચેલેન્જ માટે વિદ્યાર્થીઓ પેપરનું વાંચન કરશે તો દેશ-દુનિયાની ખબરથી પણ પરિચીત થશે. પેપરના વાંચન ઉપરાંત ગુજરાતી અને અંગે્રજી ભાષાના વ્યાકરણમાં સુધારો પણ થઈ શકશે.      – પરેશ શાહ, આચાર્ય, જયઅંબે વિદ્યાલય   નોલેજમાં રોકાણ કરો તો વળતર ચોક્કસ પણે શ્રેષ્ઠ રહેશે

બેન્જામીન ફ્રેન્કલિને કહયું હતું કે, નોલેજમાં રોકાણ કરો તો વળતર ચોક્કસ પણે શ્રેષ્ઠ રહેશે. આજના સમયમાં સામાન્ય જ્ઞાાનનું મહત્ત્વ વધારે છે. સંદેશની આ પહેલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લેશે તો ઘણા આગળ જશે. મારા મતે દરેક વિદ્યાર્થીએ નોલેજ ચેલેન્જમાં ભાગ લેવો જોઈએ. વિદ્યાર્થીઓના ભવીષ્ય માટે શરૃ કરેલી પહેલ માટે સંદેશને અભિનંદન પાઠવું છું.        –   કંચન જોષી, આચાર્ય, સિગ્નસ વર્લ્ડ સ્કૂલ

જાણો શું છે સંદેશ નોલેજ ચેલેન્જ અને તમે તેમાં કઇ રીતે ભાગ લેશો ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;