Sandesh Knowledge Challenge launched in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ માં સંદેશ નોલજ ચેલેન્જ નો પ્રારંભ કરવામાં આવ્યો

અમદાવાદ માં સંદેશ નોલજ ચેલેન્જ નો પ્રારંભ કરવામાં આવ્યો

 | 7:54 pm IST

અમદાવાદ માં સંદેશ નોલજ ચેલેન્જ નો પ્રારંભ  કરવામાં આવ્યો છે. સંદેશ દ્વારા શરૂ કરાયેલ સંદેશ નોલેજ ચેલેન્જને અમદાવાદ ખાતે શહેરની શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓએ આ મુહિમને વધાવી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી એવી સંદેશ નોલેજ ચેલેન્જ કાર્યક્રમની જાણકારી શહેરના જ્ઞાનના ઉપાસકોએ મેળવી હતી જાણીતી સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં.  

શું છે સંદેશ નોલેજ ચેલેન્જ ?

નોલેજ ચેલેન્જ થી વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થશે ચાર કેટેગીરીમાં  નોલેજ ચેલેન્જ યોજાશે. 130 દિવસ  સંદેસ પપેરમાં વિવિધ પ્રશ્ર્નો પૂછશે

પોલિટિકલથી લઇને સ્પોર્ટસ અને વિજ્ઞાની રસપ્રદ માહીતીના પ્રશ્નો પુછાશે કુલ 80 પ્રશ્નો પુછાશે જેમાં 70 જનરલ જ્યારે 10 કી ટોપિક્સના પ્રશ્નો પુછાશે

જે પૈકી ઓછામાં ઓછા 52 પ્રશ્નો સ્ટુડન્ટ્સે કરવાના એટેમ્ટ રહેશે. નોલેજ ચેલેન્જ માટે સંદેશ પેપર અલગથી સીટ પ્રોવાઇડ કરશે.

બેસ્ટ પર્ફોમન્સ કરનાર વિદ્યાર્થીઓને 3 હજારથી વધુની પ્રાઇઝ અપાશે. કાર્સથી લઇને ડીઝની ટુર અને એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ તેમજ સ્કુટીથી લઇને સાયકલ સુધીના ઇનામો વિદ્યાર્થીઓ જીતી શકશે. બેસ્ટ સ્કુલોને પણ ઇનામ અપાશે

સ્કુલ સંચાલકોએ સંદેશની મુહીમને આવકારી છે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે જ્ઞાનસભર માહીતી મળી શકશે. વાચનમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તે માટે આવકારદાયક પગલુ ગણાવ્યું છે. સોશ્યલ મીડીયાથી અને વિડીયો ગેમ્સથી ઉપર આવીને વિદ્યાર્થી વાંચન તરફ વધે તે માટે ઉતમ પગલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન