સાયકલ કૌભાંડ બાદ મોટો પર્દાફાશઃ ગરીબ કલ્યાણ મેળાની કિટો ગોડાઉનમાં ખાઇ રહી છે ધૂળ - Sandesh
  • Home
  • Ahmedabad
  • સાયકલ કૌભાંડ બાદ મોટો પર્દાફાશઃ ગરીબ કલ્યાણ મેળાની કિટો ગોડાઉનમાં ખાઇ રહી છે ધૂળ

સાયકલ કૌભાંડ બાદ મોટો પર્દાફાશઃ ગરીબ કલ્યાણ મેળાની કિટો ગોડાઉનમાં ખાઇ રહી છે ધૂળ

 | 6:12 pm IST

રાજ્યમાં એક બાદ એક સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી રહી છે. સંદેશ ન્યુઝ દ્વારા અનેક ખુલાસાઓ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવેશ મહોત્સવ અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોને ભંગાર થતાં ‘સાયકલ કૌભાંડ’ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝ દ્વારા વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની કિટનું મસમોટું કૌભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પહેલા પોરબંદરમાંથી આ કૌભાંડનો પર્દાફાશ કર્યાબાદ ઇડર અને અમદાવાદમાંથી પણ ગોડાઉનમાં કિટ ગંભારમાં ફેરવાઇ રહ્યો હોવાનો ખુલાશો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગરીબ કલ્યાણ મેળાની કિટમાં આવતી કેટલીક વસ્તુઓ જે ગરીબો સુધી પહોંચાડવામાં આવનાર હોય છે જોકે, સંખ્યાબંદ કિટો ગોડાઉનમાં ધૂળખાઇ રહી છે. કિટમાં આવતી વસ્તુઓ જેવી કે સલાઇ મસિન, ખુરસીઓ, ખડૂતોના પાણીના પંપ હોય કે માલવાહક સાયકલો, વેપાર ધંધા માટે ત્રાજવા, વિદ્યાર્થીઓ માટે સાયકલો આ ઉપરાંત મહિલાઓ અને બેરોજગાર યુવકોને આપવામાં આવતી કિટો ભંગારમાં ફેરવાઇ રહી છે.

ગોતાના ગોડાઉનમાં સડી રહી છે ગરીબો માટેની કિટ
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં 2017 વર્ષની હજી સાયકલ પડી રહી છે. 200થી વધારે સાયકલો ગોડાઉનમાં ગંભારમાં ફેરવાઇ રહી છે. આ ઉપરાંત ગરીબો માટેની કિટ પણ પડી હતી. સરકારી ખુરશીઓ પણ ભંગાર થઇ રહ્યો છે.

જવાબદારી લેવા માટે અધિકારીઓ મંત્રીઓ કરી રહ્યા છે પીછેહઠ
સંદેશ ન્યૂઝ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની કિટ અંગે કરવામાં આવેલા પર્દાફાશ થયા બાદ લાગતા વળગતા અધિકારીઓ અને મંત્રીઓ આ અંગેની જવાબદારી લેવા માટે પીછેહઠ કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ પણ આ અંગે કોઇ જવાબદારી લેવા માટે તૈયાર નથી.