Sandesh News Impact Saurashtra University Cancel recruitment
  • Home
  • Featured
  • સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ્દ

સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ્દ

 | 11:39 pm IST
  • Share

  • 88 કરાર આધારિત અધ્યોપકોની ભરતી કરવાની હતી
  • કેટલાક સિન્ડીકેટ સભ્યોએ મનગમતા નામ આપ્યા હતા
  • કુલ સચિવે ભરતી રદ્દ કરવાના આદેશ આપ્યા

શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં સપડાઈ છે. જેમાં કરાર આધારિત પ્રોફેસરની ભરતીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવાતી હોવાના અક્ષેપ થઈ રહ્યાં છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા આ મામલે હલ્લાબોલ કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આટલું જ નહીં, ખુદ શિક્ષણ મંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ મામલે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત થઈ રહેલા અહેવાલની અસરને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાની હતી. આ માટે આગામી આગામી 27 ઑક્ટોબરે સિન્ડિકેટની બેઠકમાં કરાર આધારિત અધ્યાપકોના નામ ખુલે તે પહેલા જ ભાજપના આગેવાન અને સિન્ડિકેટ સભ્ય ભરત રામાનુજના નામના સ્ક્રિનશૉટ ફરતા થયા હતા. જેમાં બે પ્રોફેસરોની ભરતી કરવાની ભલામણ કરવામાં આવી હતી.

કરાર આધારિત અધ્યાપકોની ભરતી થાય તે પહેલા વ્હોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સિન્ડિકેટ સભ્યોએ પોતાના મનગમતા નામ આપ્યા હતા. જ્યારે કેટલાક નામો માટે અમુક ધારાસભ્યોએ ભલામણ કરી હોવાની વિગતો જાણવા મળી હતી.

જેને લઈને NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ તેમજ ભરત રામાનુજની ચેમ્બર બહાર હલ્લાબોલ કરવામાં આવી હતી. NSUI દ્વારા ભરતી પ્રક્રિયા અટકાવવાની માંગ સાથે ભરત રામાનુજના રાજીનામાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

જ્યારે કુલપતિએ આ મામલે જણાવ્યું કે, અધ્યાપકોની ભરતી પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવી છે. કમિટી દ્વારા જે નામો નક્કી કરવામાં આવ્યા, તે બંધ કવરમાં હોવાથી ભરતી પ્રક્રિયા રદ્દ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.

આ મામલાની ગંભીરતાને જોતા ખુદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક વાત કરી હતી. જે બાદજ અગ્ર સચિવ અને શિક્ષણ વિભાગને કાર્યવાહી કરીને સત્યતા ચકાસવા માટેના આદેશ આપ્યા હતા. આટલું જ નહીં, ભરતી પ્રક્રિયા મેરિટના આધારે કરવા તેમજ લાયક ઉમેદવારોને અન્યાય ના થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ દ્વારા કવર કરવામાં આવેલા અહેવાલના કારણે જ કુલ સચિવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી પ્રક્રિયા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો