Sandesh News Reality Check On Ahmedabad Metro
  • Home
  • Ahmedabad
  • સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક: મુસાફરો વિનાની અમદાવાદ મેટ્રો

સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક: મુસાફરો વિનાની અમદાવાદ મેટ્રો

 | 8:14 pm IST
  • Share

  • અમદાવાદ મેટ્રો બની મનોરંજનની સવારી
  • નોકરિયાત વર્ગને કોઈ કામમાં નથી આવતી મેટ્રો
  • સવારે 10 વાગે શરુ સાંજે 6 વાગે મેટ્રો બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ‘ડ્રીમ પ્રોજેક્ટ’ સમાન વસ્ત્રાલ ગામથી લઇને એપરલ પાર્ક સુધીની સેવાનું ઉદ્ઘાટન કર્યુ હતુ. જો કે આજે એવી સ્થિતિ સર્જાયી છે કે, મેટ્રોને મુસાફરો જ મળતા નથી. સંદેશ ન્યુઝ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામા આવ્યુ, ત્યારે એકલ દોકલ લોકો જ મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદ મેટ્રોના 6 કિલોમિટરના રૂટમાં કોઇ મુસાફર બેસવા તૈયાર નથી. લોકોનુ કહેવુ છે કે, સમય અને જે રીતે રૂટ શરૂ કરવામા આવ્યો છે તેનાથી તેનો હેતુ સિદ્ધ થતો નથી. 8 ક્લાકની મેટ્રો સેવામાં ફક્ત 80 થી 100 જેટલા જ લોકો અવરજવર કરતા હોવાનુ સામે આવ્યુ છે.

હાલ અમદાવાદ મેટ્રોના બીજા ફેઝનું કામ રૂ 8384 કરોના ખર્ચો કરવામાં આવી રહ્યું છે. આટલો જંગી ખર્ચ કરવા છતાં પણ મેટ્રોનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે પૂર્વ અમદાવાદથી પશ્ચિમ અમદાવાદ આવતા શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ રેલ કોમ્યુટિંગ માટે નહીં, પરંતુ એન્ટરટેનમેન્ટ માટે હોય તેમ લાગી રહ્યું છે. ઑફિસ અવર્સમાં જ મેટ્રોને ચાલુ કરવામાં નથી આવતી. જેના કારણે નોકરી-ધંધે જવા માટે મેટ્રોનો ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકતો નથી. હાલમાં મેટ્રો સવારના 10થી સાંજે 6 વાગ્યા સુધી જ દોડી રહી છે. જેના કારણે નોકરિયાત વર્ગ તેનો ઉપયોગ કરી શકતો નથી.

જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ પૂર્વમાં એપરલ પાર્કથી લઇને શાહપુર અને થલતેજ સુધી અને વાસણાથી ચાંદખેડા અને ગાંધીનગર સુધી મેટ્રો રેલનું કામ ચાલી રહ્યુ છે. છેલ્લા 2 વર્ષથી રિંગ રોડ સહિતના રસ્તાઓ ખોદીને રાખવામાં આવ્યા છે, પરંતુ કામ મંથર ગતિએ ચાલતા ટ્રાફિકની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરીજનોની માંગ છે કે આનુ કામ પુર જોશમાં ચાલે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો