રૂપ રૂપના અંબાર આ અભિનેત્રીએ એક વખત લગ્ન તૂટ્યા પછી ફરી ક્યારેય ન કર્યા, આજે પણ છે સિંગલ
એક સમય એવો હતો જ્યારે સંગીતા બિજલાનીની સલમાન ખાન સાથેના લવ અફેરની ચર્ચા દરેક ફિલ્મ સામયિકમાં કરવામાં આવતી હતી. પરંતુ 1996માં તેણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તે પછી પણ તે સલમાનની પાર્ટીઓમાં જોવા મળતી રહી.
1980ની આ મિસ ઈન્ડિયાએ તેની ફિલ્મી કારકીર્દિ છોડીને પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ. જો કે સંગીતાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે બંને 14 વર્ષ સુધી સાથે રહ્યા, ત્યારબાદ અઝહર બેડમિંટન ખેલાડી જ્વાલા ગુત્તા સાથે સંબંધમા છે એવા સમાચાર આવવા લાગ્યા. પછી 2010માં અઝહર-સંગીતા છૂટા થયા. ત્યારથી સંગીતા બિજલાની એકલી જ છે. તેણે હજુ બીજા લગ્ન નથી કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન