sangeeta and salman khan was suppose to marry at one point of time
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કાર્ડ છપાઈ ગયા અને તૈયારી શરૂ’ છતાં અભિનેત્રીએ કહી દીધું, મારે હવે સલમાન સાથે નથી પરણવું

‘કાર્ડ છપાઈ ગયા અને તૈયારી શરૂ’ છતાં અભિનેત્રીએ કહી દીધું, મારે હવે સલમાન સાથે નથી પરણવું

 | 5:29 pm IST

9 જૂલાઈ 1965ના રોજ મુંબઈમાં જન્મેલી અને મોડેલ સંગીતા બિજલાની આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહી છે. એક સમય હતો કે સંગીના સલમાનની ખુબ નજીક હતી. લગ્ન કરવા સુધીની વાત પહોંચી ગઈ હતી અને ત્યારબાદ સંગીતાએ સલમાન સાથે લગ્ન કરવાની કોઈ કારણોસર ના પાડી દીધી. એક રિપોર્ટ પ્રમાણે 27 મે 1994ના રોજ સલમાન અને સંગીતાના લગ્ન થવાના હતા. સંગીતાનું કહેવું છે કે સલમાને જ આ તારીખ નક્કી કરી હતી.

સલમાન અને સંગીતાની મુલાકાત વર્ષ 1986માં થઈ હતી. એક કોમર્શિયલ કામ માટે બન્નેએ સાથે કામ કર્યું હતું. વર્ષ 1993માં એક ઈન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે લગ્ન કરવા માગે છે. તે સંગીતા હોઈ શકે છે અથવા કોઈ બીજી છોકરી પણ હોઈ શકે છે. તો વળી કરણના શોમાં સલમાને એ વાત કબૂલ પણ કરી હતી કે તે સંગીતા સાથે જ લગ્ન કરવાનો છે. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ પછી સંગીતાએ જ કહ્યું કે, હવે મારે સલમાન સાથે લગ્ન નથી કરવાં.

View this post on Instagram

…….. sharing some thoughts as I appreciate nature and it’s beauty. Our precious experience on Earth should not be wasted. While most are prioritising money and wealth, let’s all not forget to prioritise self growth and the planet Earth that we all live in. Let’s not wait until the last tree is cut and forests are burnt down, the last river is polluted and the last fish is poisoned, and only then realise that money cannot be eaten. Let’s all prioritise and Respect Mother Earth…… is why it’s called our Dharti Maa 🙏💚 . . . #sangeetabijlani9 #sangeetabijlani @jayeshshethofficial #prioritisenature #selfgrowth #motherearth #dhartimaa 🙏#lovetoallmybeautifulsouls 💚

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9) on

બન્યું એવું કે, સલમાનનો પરિવાર તો આ લગ્નથી રાજી હતો. પરંતુ સંગીતાના પરિવારમાં આ લગ્નને લઈ થોડી અસંમજસ હતી. બન્નેના લગ્નની તૈયારી પણ જોરોશોરોથી ચાલી રહી હતી અને ત્યારે જ સંગીતાને ખબર પડી કે સલમાનને સોમી અલી સાથે અફેર છે. ત્યારબાદ સંગીતાએ સલમાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. સંગીતાએ કહ્યું હતું કે, જ્યારે સલમાનની બેવફાઈ વિશે જાણ્યું ત્યારે મારા માટે એક મુશ્કેલી ભર્યો સમય આવ્યો હતો.

ત્યારબાદ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અજહરુદીન સાથે 1996માં લગ્ન કર્યા. ત્યારે અજહરુદીન પરણેલા જ હતા અને તેને બે દીકરા પણ હતા. પરંતુ 14 વર્ષ પછી 2010 એ બન્નેના પણ તલાક થઈ ગયા. સંગીતા ઘણા સમયથી હવે સિંગલ છે અને બ્લોગ્સ લખીને તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનાની મહામારી વચ્ચે કાળાબજારી સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન