Sania Mirza enjoys sister Anam's bachelorette in Paris
  • Home
  • Featured
  • Photos: સાનિયા મિર્ઝાની બહેન આ પ્રખ્યાત ક્રિકેટરનાં દીકરા સાથે ફરશે લગ્નના ફેરા

Photos: સાનિયા મિર્ઝાની બહેન આ પ્રખ્યાત ક્રિકેટરનાં દીકરા સાથે ફરશે લગ્નના ફેરા

 | 12:48 pm IST

સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. થોડા સમયથી અનમ લગ્ન કરશે તેવી અટકળોએ જોર પકડયું હતું. હવે તેની બહેન સાનિયાએ આ વાતની પુષ્ટી કરી છે.

થોડા સમય પહેલા જ અનમ અને સાનિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પેરિસમાં રજાઓ માણતી તસવીરો શેર કરી હતી. અહીં અનમ તેની બહેન સાનિયા સાથે અને તેની બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. સાનિયાએ કહ્યુ હતુ કે આ તેની નાની બહેનની બેચલરેટ ટ્રિપ હતી.

અનમ મિર્ઝા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસદ સાથે છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે. આ વર્ષેજ બંનેએ તેમના આ સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો. સાનિયાએ જણાવ્યા અનુસાર તેની બહેન ડિસેમ્બરમાં અસદ સાથે નિકાહ કરશે.

સાનિયાએ કહ્યુ કે નાની બહેનના નિકાહને લઈને અમે ખુબજ ઉત્સાહિત છીએ. સાનિયાની બહેન અનમ જેની સાથે નિકાહ કરવાની છે તે અસદ છે અને મોહમ્મદ અઝહરૂદ્દીનનો પુત્ર છે. સાનિયાની બહેનનું નામ અસદ સાથે એ સમયે ચર્ચામાં આવ્યુ જ્યારે અસદ સાથે ફોટો શેર કરીને સાનિયાએ લખ્યુ કે ‘ફેમિલી’

આપને જણાવી દઈએ કે અનમ મિર્ઝાની આ બીજી શાદી છે. અનમ મિર્ઝાએ 2015માં અકબર રશીદ સાથે શાદી કરી હતી. જો કે ખુબજ ધુમધામથી થયેલી આ શાદી વધારે સમય ટકી શકી નહોતી. અનમ અને અકબર 2018માં એકબીજાથી છુટા થઈ ગયા. આ બંને શા કારણે અલગ પડ્યાં કારણ આજદીન સુધી સામે આવ્યું નથી. અનમ મિર્ઝા ફેશન સ્ટાઈલિસ્ટ છે. સાનિયાને અલગ અલગ ઈવેન્ટ્સમાં અનમ સ્ટાઈલ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન