Sania Gave Lesson To TV Channels Who Made Hate Ads About IndvsPak
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા સાનિયા મિર્ઝાને આવ્યો ગુસ્સો, આપી દીધી શિખામણ

ભારત-પાકિસ્તાન મેચ પહેલા સાનિયા મિર્ઝાને આવ્યો ગુસ્સો, આપી દીધી શિખામણ

 | 8:02 pm IST

ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારી વર્લ્ડ કપ મેચ પહેલા સોશિયલ મીડિયા પર બંને દેશોનાં ફેન્સ એક-બીજા પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન મેચનાં પ્રમોશનને લઇને પણ ઘણા વિડીયો અને એડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મહાસંગ્રામને લઇને બંને દેશોમાં અનેક એડ પણ વાયરલ થઈ રહી છે, પરંતુ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટીવી એડવર્ટાઇઝમેન્ટ્સને લઇને નિર્માતાઓની ઝાટકણી કાઢી છે. સાનિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા બુધવારનાં ‘શરમજનક’ ટીવી જાહેરાતો પર દુ:ખ વ્યક્ત કરતા ફટકાર લગાવી છે.

પાકિસ્તાને અભિનંદનને પર બનાવી એડ

બંને કટ્ટર હરિફોની વચ્ચે રવિવારનાં રોજ થનારી મેચ પહેલા બંને દેશોની ટીવી ચેનલો પર વિજ્ઞાપન જંગ શરૂ થઈ ગઈ છે, જેમાં કેટલીક શમરજનક સામગ્રીઓ પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનનાં ઝૈઝ ટીવીએ એક એડ તૈયાર કરી છે જેમાં એક વ્યક્તિને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવતા દર્શાવવામાં આવ્યો છે. અભિનંદનને બાલાકોટમાં ભારતનાં હુમલાનાં એક દિવસ પહેલા પાકિસ્તાનની સેનાએ પકડ્યો હતો. આ 33 સેકેન્ડનાં વિજ્ઞાપનમાં મૉડલને ભારતની વાદળી જર્સીમાં દર્શાવવામાં આવે છે અને તેની મૂછો પણ અભિનંદનનાં જેવી દર્શાવવામાં આવી છે.

ટ્વિટ કરીને સાનિયા મિર્ઝાએ ઠાલવ્યો રોષ

આ એડમાં તેને ભારતની રણનીતિ વિશે પુછવામાં આવે છે જેના પર અભિનંદન બનેલો વ્યક્તિ કહે છે કે, “મને માફ કરો, હું તમને આ જાણકારી આપવા માટે બંધાયેલો નથી.” બીજી તરફ ભારતની સ્ટાર ટીવી એક એડ દર્શાવે છે જેમાં ભારતીય સમર્થક ખુદને પાકિસ્તાનનાં અબ્બૂ (પિતા) ગણાવે છે. આ એડ વિશ્વ કપમાં પાકિસ્તાન પર ભારતનાં દબદબાનાં સંદર્ભમાં છે. સાનિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘સીમાની બંને તરફનાં શરમજનક કન્ટેન્ટવાળા એડવર્ટાઇઝમેન્ટ, ગંભીર થાઓ. તમારે આ પ્રકારની બકવાસ સાથે હાઇપ બનાવવાની અથવા મેચનો પ્રચાર કરવાની જરૂર નથી. પહેલાથી જ આની પર નજરો છે. આ ફક્ત ક્રિકેટ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન