Sania Mirza Hits Out at People on Social Media Over Pulwama Terror Attack
  • Home
  • Sports
  • શહીદોની શહાદત પર સોશિયલ મીડિયામાં ગુસ્સો ભાંડતા લોકો પર સાનિયા રોષે ભરાઇ

શહીદોની શહાદત પર સોશિયલ મીડિયામાં ગુસ્સો ભાંડતા લોકો પર સાનિયા રોષે ભરાઇ

 | 4:02 pm IST

પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશની પ્રખ્યાત હસ્તિઓ સોશિયલ મીડિયાના અલગ-અલગ માધ્યમ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તિ તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વીટર અને ઇન્સટાગ્રામ પર કરી જરૂરી છે.

સાનિયા આગળ લખે છે કે તમારા માંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડું છું અને આવી રીતે હું માર દેશની સેવા કરું છું. આ સીવાય હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.

વધુમાં સાનિયા લખે છે કે 14 ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે એને હું આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવો દિવસ ફરી જોવા નહીં મળે. આ દિવસ ક્યારેય પણ ભુલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગુસ્સો ત્યાં સુધી જ બરાબર છે કે તેનાથી કઇંક બહાર નીકળીને આવી શકતું હોય અને કોઇ વ્યક્તિને ટ્રોલ કરીને કંઇજ પ્રાપ્ત થશે નહીં.

જણાવી દઇએ કે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં સીઆરપીએફના કાફલા પર એક કાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ 17થી 18 બસમાં સવાર થઇને સીઆરપીએફના 2500 જેટાલ જવાન રજા પરથી પરત ફરીને શ્રીનગરમાં ફરજ બજાવવા માટે જઇ રહ્યા હતા. તે સમયે ગુરવારે શ્રીનગર હાઇવ પર એક કાર દ્વારા પાંચ નંબરની બસને ટક્કર મારવામાં આવી હતી. જ્યાર બાદ ભયાનક વિસ્ફોટ સર્જાયો હતો.

આ હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થય હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાંથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન