ઓસ્ટ્રેલિયન ઓપન : મિક્સ ડબલ્સની ફાઈનલમાં સાનિયા અને ઈવાનની એન્ટ્રી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ઓસ્ટ્રેલિયન ઓપન : મિક્સ ડબલ્સની ફાઈનલમાં સાનિયા અને ઈવાનની એન્ટ્રી

ઓસ્ટ્રેલિયન ઓપન : મિક્સ ડબલ્સની ફાઈનલમાં સાનિયા અને ઈવાનની એન્ટ્રી

 | 10:52 pm IST

સાનિયા મિર્ઝાએ ઇવાન ડોડિગની સાથે મળી સામંથા સ્ટોસુર અને સેમ ગ્રોથની જોડીને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી સાતમા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની નજીક પહોંચી છે. ભારત અને ક્રોએશિયાની બીજી ક્રમાંકિત જોડીએ એક કલાક 18 મિનિટ ચાલેલી સેમિફાઇનલ મેચમાં 6-4, 2-6, 10-5થી જીત મેળવી હતી.

સાનિયા સાતમા ગ્રાન્ડ સ્લેમથી એક જીત દૂર

સાનિયાએ ત્રણ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણીએ ગત વર્ષે બ્રાઝિલના બ્રૂનો સોરેસ સાથ મળી યૂએસ ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં સાનિયા-ડોડિગની જોડીનો સામનો એબિગેલ સ્પિયર્સ અને જુઆન સેસ્ટિયન કબાલની જોડી સામે થશે.

ફેડરર પાંચ વર્ષ બાદ ઓસી. ઓપનની ફાઇનલમાં

પૂર્વ નંબર વન ખેલાડી અને 17 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ગુરુવારે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પોતાના જ દેશના સ્ટેનિસલાસ વાવરિંકાને પાંચ સેટ સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં 7-5, 6-3, 1-6, 4-6, 6-3થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફેડરર પાંચ વર્ષ બાદ ઓસી. ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. અગાઉ તે વર્ષ 2010માં ઓસી. ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.

43 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર સૌથી મોટી વયનો ખેલાડી

35 વર્ષીય ફેડરર આ સાથે છેલ્લા 43 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર સૌથી મોટી વયનો ખેલાડી બની ગયો છે. આ પહેલાં 1974માં કેન રોઝવાલે 39 વર્ષની વયે યૂએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફેડરર આ સાથે 28મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે.

રોમાંચક મેચ બાદ અંતે ફેડરરની જીત

વાવરિંકાએ વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે ચેમ્પિયન બન્યો હતો. વાવરિંકા સામેના સવા ત્રણ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ફેડરરે પ્રથમ સેટ ટાઈ બ્રેકરથી જીત્યો હતો પરંતુ બીજો સેટ આસાનીથી જીત્યો હતો. જો કે, ત્રીજા સેટમાં વાવરિંકાએ વાપસી કરતાં 6-1થી જીતી લીધો હતો. વાવરિંકાએ ત્યારબાદ ચોથો સેટ પણ 6-4થી જીતતાં મેચ પાંચમા અને નિર્ણાયક સેટમાં પહોંચી હતી જ્યાં ફેડરરે પોતાના અનુભવનો ઉપયોગ કરતાં 6-3 થી જીત મેળવી હતી. ફેડરર ચાર વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટાઇટલ જીતી ચૂક્યો છે જ્યારે એક વખત રનર અપ રહ્યો હતો.