Sania Mirza Playing Tennis Shared Her Video Of Practicing Tennis
  • Home
  • Featured
  • મા બન્યા બાદ પહેલીવાર ટેનિસ રમતી જોવા મળી સાનિયા મિર્ઝા, વિડીયો આવ્યો સામે

મા બન્યા બાદ પહેલીવાર ટેનિસ રમતી જોવા મળી સાનિયા મિર્ઝા, વિડીયો આવ્યો સામે

 | 11:11 am IST

ભારતમાં ટેનિસને નવી ઓળખ આપનારી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા લાંબા સમય પછી ફરીથી ટેનિસ કોર્ટ પર જોવા મળી. સાનિયા જલ્દી ઇન્ટરનેશનલ મેચમાં જોવા મળશે. સાનિયાએ આગામી ટૂર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાનિયાની પ્રેક્ટિસનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

સાનિયાએ બાળકને જન્મ આપ્યા બાદ પહેલીવાર કોર્ટમાં પ્રેક્ટિસ કરી અને તેણે પોતે જ આ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. સાનિયાએ પોતાના પુનરાગમનને લઇને જાણકારી આપતા ‘ધ કપિલ શર્મા’ શૉમાં ખુલાસો કર્યો હતો. શૉમાં તેણે ખુલાસો કર્યો હતો કે વર્ષનાં અંતમાં ગ્રેંડસ્લેમ અમેરિકી ઓપનમાં ફરી પુનરાગમન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન