સાનિયા મિર્ઝા પર લાગ્યો 20 લાખ ટેક્સ ચોરીનો આરોપ

254

સર્વિસ ટેક્સ વિભાગ તરફથી કથિત રીતે ટેક્સ ના ભરવા અથવા ટેક્સ ચોરી કરવાને લઈને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને નોટીસ મોકલવામાં આવી છે. મુખ્ય કમિશનર, ઈન્કમ ટેક્સ ઓફિસ દ્વારા 6 ફેબ્રુઆરીએ આ ટેનિસ સ્ટારને સમન્સ પાઠવવામાં આવ્યું અને તેમને અથવા તેમના અધિકૃત વ્યક્તિને 16 ફેબ્રુઆરીએ ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “નાણાકિય કાનૂન, 1994ના પ્રાવધાનો અને તેના નિયમોને લઈને કરચોરી તપાસની બાબતે તમારાથી પૂછતાછ કરવની છે. મારા પાસે વિશ્વાસ કરવાનો કારણ છે કે, તમારી પાસે આ તપાસ સાથે જોડાયેલા તથ્ય અથવા દસ્તાવેજ છે.”