કોણે સાનિયાને કીધું કે કાળી થઈ જશે, નહી કરે કોઈ લગ્ન - Sandesh
  • Home
  • Sports
  • કોણે સાનિયાને કીધું કે કાળી થઈ જશે, નહી કરે કોઈ લગ્ન

કોણે સાનિયાને કીધું કે કાળી થઈ જશે, નહી કરે કોઈ લગ્ન

 | 12:50 pm IST

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ દુનિયાભરમાં નામ કમાયું છે. આખું દેશ તેમના પર ગર્વ કરે છે કેમ કે, ટેનિસની રમતને આગળ લઈ જવામાં તેનું મોટું યોગદાન છે. સાનિયા પોતાના તે સમયને યાદ કર્યો જ્યારે તેણે રમવાની શરૂઆત કરી હતી અને લોકો તેની મજાક ઉડાવતા હતા. તેણે કહ્યું હતું કે, જ્યારે તેના માતા-પિતાએ તેના કાકાને જણાવ્યું કે, સાનિયા ટેનિસ રમવા જઈ રહી છે ત્યારે તેના કાકા-કાકીએ કહ્યું હતું કે, જોજે આ કાળી થઈ જઇશ અને કોઈ તારી સાથે લગ્ન પણ કરશે નહીં.

છ ગ્રૈંડ સ્લૈમ પોતાના નામે કરી ચૂકેલી સાનિયાએ કહ્યું હતું કે, મેં 6 વર્ષની ઉંમરે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી, અને તે સમયે કોઈ છોકરીનું ટેનિસ રમવું અસામાન્ય વાત હતી. હું ક્રિકેટરોની ફેમિલીમાંથી આવું છું અને મારા પપ્પા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. સાનિયાએ આ બધી વાતો અહીં સંયુક્ત રાષ્ટ્રના મહિલા ગણ ‘મુઝે હક હૈ’માં કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે, મારા પપ્પા મારા સૌથી મોટા હીરો છે કેમ કે, તેમણે બધું સહન કર્યું અને કહ્યું કે તેમને કોઇ ફરક પડતો નથી. તેઓ મારા માતા-પિતાની મજાક ઉડાવતા અને કહેતા કે, તમને શું લાગે છે કે, તમારી દીકરી માર્ટિના હિંગિસ બનશે? અને નસીબ તો જુઓ, મેં મારા ત્રણ ગ્રૈંડ સ્લૈમ માર્ટિના હિંગિસ સાથે જ જીત્યા છે.

સાનિયાએ ટેનિસમાં પુરૂષ અને મહિલાઓના ઇનામની રકમ સરખી રહેવા વિષય પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, અમે એક સરખા ઇનામ માટે લડીએ છે. અમારે કારણ બતાવવું પડે છે કે, એક ટેનિસ ખેલાડી તરીકે અમને પણ પુરૂષો જેટલી જ રકમ કેમ મળવી જોઇએ. જેનો સીધો અર્થ છે કે, દુનિયામાં બધી જગ્યાએ પુરૂષ અને મહિલામાં અસમાનતા છે. ફક્ત ભારતમાં જ આવું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન