Sania Mirza's gorgeous Look in the Discussion,Photos Viral
  • Home
  • Featured
  • ચર્ચામાં છે સાનિયા મિર્ઝાનો આ લુક, બોલિવુડ અભિનેત્રીને પણ મારે છે ટક્કર

ચર્ચામાં છે સાનિયા મિર્ઝાનો આ લુક, બોલિવુડ અભિનેત્રીને પણ મારે છે ટક્કર

 | 2:20 pm IST


ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માત્ર સ્પોર્ટ્સની જ ચેમ્પ્યિન નથી પરંતુ સાનિયા તેના ફિટનેસ અને ફેશન સ્ટેટમેન્ટથી પણ બોલિવુડ અભિનેત્રીને ટક્કર આપે છે. સાનિયાની નવી તસવીરોમાં તેનો ગ્લેમરસ અવતાર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. થોડાક દિવસ પહેલા ઇંગ્લેન્ડમાં ફેમિલી સાથે હોલિડે એન્જોય કર્યા બાદ સાનિયા મિર્ઝા તેના કામ પર પરત ફરી છે. હાલમાં સાનિયાએ એક ઇવેન્ટમાં ગઇ હતી.

આ ઇવેન્ટમાં સાનિયા ઑલિવ ગ્રીન પેન્ટની સાથે મેચિંગ જેકેટમાં નજરે પડી. સાનિયાએ ઑલિવ ગ્રીન આઉટફિટની સાથે ઓરેન્જ ટી-શર્ટી પહેરી હતી.સાનિયાનો આ લુક ખૂબ સ્ટનિંગ છે. સાનિયાએ તેના વાળને પોની સ્ટાઇલમાં બાંધેલા હતાય મિનિમલ મેકઅપ અને સિલ્વર ઇયરિંગમાં સાનિયા ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે. જ્યારે બીજા લુકમાં સાનિયા સિલ્વર મેટૈલિક ટૉપની સાથે પ્રિન્ટેડ જેકેટમાં નજરે પડી રહી છે. સાનિયાએ તેના આ લુકને બ્લેક પેન્ટ અને હાઇ હીલ્સની સાથે અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન