જાણો, પીરિયડ્સ દરમ્યાન કેટલી વખત બદલવા જોઇએ સેનેટિરી નેપકીન - Sandesh
  • Home
  • Health & Fitness
  • જાણો, પીરિયડ્સ દરમ્યાન કેટલી વખત બદલવા જોઇએ સેનેટિરી નેપકીન

જાણો, પીરિયડ્સ દરમ્યાન કેટલી વખત બદલવા જોઇએ સેનેટિરી નેપકીન

 | 3:11 pm IST

પીરિયડસ દરમ્યાન તમે જેટલી ચોખ્ખાઇ રાખશો એટલો તમને જ ફાયદો થવાનો છે. તેનાથી માત્ર તમારી તંદુરસ્તી જ નહીં પરંતુ પીરિયડ્સ દરમ્યાન પર્સનલ સાફ-સફાઇનું ધ્યાન રાખવાખી તમે કેટલાંય પ્રકારની બીમારીઓ જેવી કે UTI અને ઇન્ફેકશનથી પણ બચી શકો છો. તેમાં સૌથી અગત્યનો રોલ પેડ કે સેનેટરી નેપકીનનો છે જે તમે પીરિડયસ દરમ્યાન ઉપયોગ કરો છો. શું તમે જાણો છે કે પીરિયડસ દરમ્યાન તમારે દિવસ દરમ્યાન કેટલી વખત પેડ બદલવા જોઇએ? આવો અમે તમને આ અંગે વિગતે જણાવીએ…

કેટલી વખત પેડ બદલવા?
હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો પીરિયડ્સ દરમ્યાન દર ચાર કલાકે એક વખત પેડ બદલવું જોઇએ અને જો મતે ટૈમ્પૉનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તેને દર બે કલાકમાં બદલવું જોઇએ. જો કે આ સમયને જનરલાઇઝ કરી શકાય નહીં કારણ કે પેડ બદલવાનો સમય એ વાત પર નિર્ભર કરે છે તમે જે સેનેટરી નેપકીનયુઝ કરી રહ્યાં છો તેની ક્વોલિટી કેવી છે અને પીરિયટ્સ દરમ્યાન બ્લડ ફ્લો કેટલો થઇ રહ્યો છે. કેટલીક છોકરીઓ અને મહિલઓને બ્લડ ફ્લો ઓછો હોય છે તો કેટલીકને હેવી બ્લીડિંગ થાય છે. એવામાં પોતાની જરૂરિયાત પ્રમાણે તેઓ પેડ બદલવું જોઇએ.

આમ તો પોતાની જરૂરિયાત પ્રમાણે પેડ બદલવા જોઇએ પરંતુ એક પેડને લાંબા સમય સુધી રાખવું જોઇએ નહીં. એવું એટલા માટે કારણકે એક વખત જ્યારે મેન્સ્ટ્રુઅલ બ્લડ શરીરમાંથી બહાર નીકળે છે તો તે દૂષિત થઇ જાય છે. આવું માત્ર હેવી બ્લિડિંગ દરમ્યાન જ નહીં પરંતુ જ્યારે બ્લડ ફ્લોમાં ઘટાડો થાય છે ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખરાબ લોહીના સંપર્કમાં આવતા જ પેડ પણ ભીનું અને દૂષિત થઇ જાય છે. એવામાં લાંબા સમય સુધી એક જ પૈડનો ઉપયોગ કરવાથી વજાઇનલ ઇન્ફેકશન, UTI, અને સ્કિન રેશીસ થવાનો ખતરો રહે છે.

બની શકે કે પીરિયડશ શરૂ થયાના 2-3 દિવસ બાદ તમારો બ્લડ ફ્લો ઓછો થઇ જાય પરંતુ તેનો મતલબ એ બિલકુલ નથી કે તમારું સેનિટરી પેડ બદલવાની જરૂર નથી. તમારે થોડાંક-થોડાંક સમયના અંતરે પેડ બદલતા રહેવું જોઇએ જેથી કરીને તમારું સ્વાસ્થ્ય અને આરોગ્ય બની રહે.

આ દિવસોમાં જ્યારે બ્લીડિંગ વધુ થાય છે તો ઘણી બધી મહિલાઓ એક સાથે 2 સેનેટરી નેપકિન, પેડ અને કપડાંના ટુકડા કે પછી કેટલીક વખત ટૈમ્પોન અને સેનેટરી પેડ એક સાથે ઉપયોગ કરે છે. જો કે આ રીત હેવી બ્લીડિંગથી બચવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે પરંતુઆ હેલ્થી ઓપ્શન નથી. સેનિટેશનનો બે રીતે ઉપયોગ થવાના લીધે એ વાતના સંભાવના ઓછી રહેશે કે તમે વારંવાર પેડ બદલો. તેના લીધે વજાઇનલ ઇંફેકશન અને રેશીસ થવાનો ખતરો વધશે. સાથો સાથ જો તમે ટેમ્પોનનો ઉપયોગ કરો છો તો તમને TSS (ટોક્સિસ શૉક સિંડ્રોમ) પણ થઇ શકે છે.