sanjay and govinda friendship break due to this reason know here
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચારેકોર સંજય દત્ત અને ગોવિંદાની ભાઈબંધીની થતી ચર્ચા, આ એક કારણ અને થયો મોટો ડખો!

ચારેકોર સંજય દત્ત અને ગોવિંદાની ભાઈબંધીની થતી ચર્ચા, આ એક કારણ અને થયો મોટો ડખો!

 | 7:27 pm IST
  • Share

બોલિવૂડના અભિનેતા સંજય દત્ત અને ગોવિંદાએ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે. બંનેની જોડીએ સિલ્વર સ્ક્રીન ઉપર કમાલ કરી દીધી અને ચાહકોને પણ તે ખૂબ ગમ્યું છે. બંને વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. બંને અભિનેતાઓ વચ્ચે એટલો સારો તાલમેલ હતો કે જો ગોવિંદા સેટ પર મોડા આવતો તો સંજય દત્તે ક્યારેય વાંધો નહોતો ઉઠાવ્યો અને ન તો તેના પર ગુસ્સો કર્યો. પરંતુ બંને વચ્ચે કંઇક એવું બન્યું કે જેનાથી આ સંબંધો ખાટા બની ગયા.

ગોવિંદા અને સંજય દત્ત ડેવિડ ધવનની ફિલ્મ ‘એક ઓર એક ગ્યારહ’માં કામ કરી રહ્યાં હતા. ફિલ્મના એક સીનમાં ગોવિંદાને કેટલાક ફેરફાર કરવા હતા પરંતુ ડેવિડ ધવનને આ ફેરફાર યોગ્ય લાગ્યા નહીં અને તેણે ના પાડી દીધી. સંજય દત્તને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ડેવિડ ધવનનો પક્ષ લીધો અને એમની વાતને સાચી ગણાવી.

ગોવિંદાને આ વાત બિલકુલ ન ગમી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બધુ બરાબર હતું, પરંતુ સંજય દત્ત અને ગોવિંદા વચ્ચે પછી પહેલા જેવા સંબંધ ન રહ્યા. ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સંજય દત્તની જોડીએ ‘હસીના માન જાયેગી, ‘જોડી નંબર 1’, ‘દો કેદી’, ‘એક ઓર એક ગ્યારહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સંજય દત્ત અને ગોવિંદાની જોડી ફિલ્મ નિર્માતાઓની પસંદની જોડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો