Sanjay Bangar makes sensational revelation, Ravi Shastri alleges serious
  • Home
  • Sports
  • Cricket
  • સંજય બાંગરે કર્યો સનસનીખેજ ખુલાસો, રવિ શાસ્ત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

સંજય બાંગરે કર્યો સનસનીખેજ ખુલાસો, રવિ શાસ્ત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

 | 6:06 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પોતાને બેટિંગ કોચ પદથી હટાવવાને લઇ બીસીસીઆઇથી ખુબ જ નારાજ છે. વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ભારતની હાર બાદથી જ સંજદય બાંગર બીસીસીઆઇના નિશાના પર હતા અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ તેમના સ્થાને વિક્રમ રાઠોડને નવા બેટિંગ કોચ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્ડીંગ કોચ આર.શ્રીધર અને બોલિંગ કોચ ભરત અરૂણનો કાર્યક્રમ 2021 સુધી વધારી દેવામાં આવ્યો છે. બાંગર હવે ટીમ ઇન્ડિયાના કોટિંગ સ્ટાફનો ભાગ નથી, પરંતુ તેઓ પોતાના પાંચ વર્ષના કાર્યકાળને ખુબ જ સારી રીતે યાદ કરે છે.

સંજય બાંગરએ કહ્યું કે, તેમના કોચિંગ સ્ટાફમાં રહીને ટીમ ઇન્ડિયાએ તમામ ફોર્મેટમાં જીત હાંસલ કરી, પરંતુ હવે વર્લ્ડ કપ જ માત્ર એવો પુરસ્કાર રહ્યો જેને ટીમ જીતી શકી નહી. મીડિયા સાથે વાતચીતમાં સંજય બાંગરે કહ્યું કે, 2014 બાદથી જ ભારતીય ટીમ સતત ત્રણ વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન બની રહી. અમે જે 52 ટેસ્ટ મેચ રમી, તેમાથી 30માં જીત હાંસલ કરી. જેમા 13 મુકાબલા વિદેશમાં જીત્યા. અમે તમામ દેશોમાં રમાયેલ વનડે મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું. અમે માત્ર વર્લ્ડ કપ જ જીતી શક્યા નહી.

આ મુદ્દા પર સંજય બાંગરે કહ્યું કે, ચોથા નંબરના બેટ્સમેનને લઇ લેવામાં આવેલા નિર્ણયમાં ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકર્તા પણ સામેલ હતા. આ નંબર માટે ખેલાડીઓની પસંદગી ફોર્મ અને ફિટનેસ જેવા આંકલન બાદ કરવામાં આવ્યુ હતું. બાંગરનો ઇશારો સીધી રીતે મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદની આગેવાનીવાળી સમિતિ અને હેડ કોચ રવિ શાસ્ત્રીની હાજરી વાળા ટીમ પ્રબંધન પર હતો. બાંગરે આ સાથે જ કહ્યું કે, ખેલાડીની પસંદગી કરતા એવું પણ દેખવામાં આવ્યું કે તે ખેલાડી ડાબોડી છે કે જમણા હાથે રમે છે. અને બોલિંગ કરી શકે છે કે નહી.

પોતાના કામ કરવાની રીતને લઇ બાંગરે કહ્યું કે, મારૂ ધ્યાન ટેકનિકલી વધારે રહેતું હતું. આવામાં જ્યારે પણ તમે ખોટા શોટ મારીને આઉટ થઇ રહ્યા હોય તો ટેક્નિક પર વધારે વિચાર કરવાની જરૂરીયાત રહે છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારના આંટાફેરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન