Sanjay Dutt 61st Birthday Special Daughter Trishala Pics
  • Home
  • Photo Gallery
  • સંજય દત્તે દીકરી ત્રિશાલાને કહ્યું હતું- ‘આ કામ કર્યું તો પગ ભાંગી અને ઘરમા બેસાડી દઈશ’ Pics

સંજય દત્તે દીકરી ત્રિશાલાને કહ્યું હતું- ‘આ કામ કર્યું તો પગ ભાંગી અને ઘરમા બેસાડી દઈશ’ Pics

 | 6:03 pm IST

બોલિવૂડના બાબા એટલે કે સંજય દત્ત આજે પોતાનો 61મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. સંજય દત્ત પોતાની દીકરી ત્રિશાલાને ખુબ જ પ્રેમ કરે છે જોકે તે તેની સાથે રહેતો નથી. ત્રિશાસા બોલિવૂડથી દુર રહેનારા સ્ટાર કિડ્સમાંની એક છે. જો કે તે કોઈ હિરોઈન કરતા ઓછી હોટ નથી. જેવો જ ફોટો પોસ્ટ કરે કે તરત સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ત્રિશાલાને બોલિવૂડમાં કામ કરવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ સંજય દત્ત નહોતો ઈચ્છતો કે તે બોલિવૂડમાં કામ કરે. માટે સંજય દત્તે દિકરીને ક્યારેય ઈન્ડસ્ટ્રીમાં આવવા જ ન દીધી. એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે કહ્યું હતું કે, મને જ્યારે ખબર પડી કે દીકરીને બોલિવૂડમાં જવાની ઈચ્છા છે તો મે કહી દીધું કે જો એવું થયું તો તારા પગ ભાંગી નાખી અને ઘરમા બેસાડી દઈશ.

સંજય દત્તની ઈચ્છા છે કે તે ભણે અને એમાં પોતાનું કરિયર બનાવે. સંજય દત્તનું એવું પણ માનવું છે કે ત્રિશાલાનું હિરોઈન બનવું થોડું અઘરું છે. કારણ કે સૌથી પહેલા તો બોલિવૂડ માટે હિન્દી સૌથી જરૂરી છે અને એનું અમેરિકન હિન્દી અહીં નહી ચાલે. તેને ખુબ મહેનત કરવી પડશે.

ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્નીની દીકરી છે અને તે વિદેશમાં રહે છે. તે સંજય દત્ત જેવી જ દેખાઈ છે અને પિતાની જેમ એક્ટિંગ કરવા માંગે છે. તે હિરોઈન તો ન બની શકી પણ તેણે ઘણી ફેનસ બ્રાન્ડ માટે મોડેલિંગ કર્યું છે. આ પહેલા ત્રિશાલા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને ચર્ચામાં આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન