પ્રશંસકે બધી જ મિલકત કરી સંજય દત્તનાં નામે, મુન્નાભાઇ થયા ભાવુક - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રશંસકે બધી જ મિલકત કરી સંજય દત્તનાં નામે, મુન્નાભાઇ થયા ભાવુક

પ્રશંસકે બધી જ મિલકત કરી સંજય દત્તનાં નામે, મુન્નાભાઇ થયા ભાવુક

 | 7:07 pm IST

સુપરસ્ટાર સંજય દત્ત ત્યારે આશ્ચર્યચકિત રહી ગયા જ્યારે તેમની એક પ્રશંસક નિશી ત્રિપાઠીએ તેમને કાયદાકીય રીતે પોતાની મિલકતનાં વારસદાર તરીકે જાહેર કર્યા. આ પ્રશંસકે તેમની બધી જ સંપત્તિ સંજય દત્તનાં નામે કરી દીધી છે. થોડાક સમય પહેલા જ સંજય દત્તની આ મહિલા પ્રશંસકનું નિધન થયું છે. સંજય દત્તને આ ઘટનાની જાણકારી વલ્કેશ્વરની બેંક ઑફ બરોડાનાં અધિકારીઓએ આપી હતી. સંજય દત્ત નિશીનાં આ પ્રેમથી ભાવુક થઇ ગયા હતા અને તેમણે તરત જ બેંક અધિકારીઓને લખ્યું કે, નિશીની સંપત્તિ પર દાવો કરવાનો મારો કોઇ જ ઇરાદો નથી.

નિશી હરિશચંદ્ર ત્રિપાઠી મુંબઇનાં માલાબાર હિલમાં આવેલા ત્રિવેણી અપાર્ટમેન્ટમાં રહેતા હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના પરિવારમાં 80 વર્ષિય માં શાંતિ અને 3 બાળકો અરુણ, આશીષ અને મધુ છે. સંજય દત્તે આ મિલકત નિશીનાં પરિવારને આપવાની અપીલ કરી છે. આ સમગ્ર મામલામાં સંજય દત્તે કહ્યું છે કે, “કલાકાર હોવાના કારણે અમને આ બધાની આદત હોય છે કે પ્રશંસકો પોતાના બાળકોનાં નામ અમારા નામ પર રાખે છે, અમારો પીછો કરે છે અને ગિફ્ટ આપે છે, પરંતુ આ વાતે મને અચરજમાં પાડી દીધો છે. હું સંપત્તિ પર કોઇ જ દાવો કરવાનો નથી. હું નિશીને પણ ઓળખતો નથી. હું આ સમગ્ર વાતથી ભાવુક થઇ ગયો છે.”

આ મામલે સંજય દત્તનાં વકીલે કહ્યું કે, “અમે જણાવી દીધું છે કે સંજય દત્ત આ સંપત્તિ પર કોઇ જ દાવો કરવાનાં નથી.”