sanjay-dutt-gonna-be-anti-drug-campaign-of-brand-ambassador
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્ત ડ્રગ્સ વિરોધી અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

સંજય દત્ત ડ્રગ્સ વિરોધી અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

 | 8:52 am IST

એક સમય એવો હતો કે જ્યારે સંજય દત્ત ખુદ ડ્રગ્સનો શિકાર થયા હતા. ખૂબજ વીકટ પરિસ્થિતનો સામનો કર્યાબાદ તેઓ વ્યસન છોડી શક્યા હતા હવે આ જ દીશામાં તેમણે એક સારો પ્રયાસ શરૂ કર્યો છે. ઉત્તરાખંડના એન્ટીડ્રગ્સ અભિયાનમાં તેઓ જાહેરાત કરતા નજર આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે સંજય દત્તને આ અભિયાન સાથે જોડાવા માટે મનાવી લીધો છે.

બોલીવુડ સ્ટાર અને દિગ્ગજ અભિનેતા ઉત્તરાખંડના એન્ટીડ્રગ્સ અભિયાનમાં જોડાવા તૈયાર છે, તેમણે ખુદે આ મુશ્કેલીનો સામનો કર્યો હતો આથી તે સમજી શકે છે કે ડ્રગ્સ જેવા વ્યસનથી શુ થાય. સંજય દત્ત ખુબ લાંબો સમય ડ્રગ્સ એડિક્ટ રહ્યા હતા, તેમના પિતાએ તેમને આ વ્યસનમાંથી છોડાવવામાટે ખુબજ મહેનત અને સંઘર્ષ કર્યો હતો. સંજય દત્તની એ સમયની હાલતને ફિલ્મ સંજૂમાં સારી રીતે વર્ણવી શકાયો છે.

સંજય દત્ત ફિલ્મ તોડબાઝ, પ્રસ્થાનમ અને કલંક જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.