Sanjay Dutt Is 'Fortunate' To Have Maanayata: 'She Never Let Me Fall'
  • Home
  • Entertainment
  • Bollywood
  • 300થી વધારે સ્ત્રી સાથે સુતેેલો સંજુ બાબો ફરી પ્રેમમાં પડ્યો! કેમેરો જોઈને કહ્યું ‘ઓય બંધ કર’

300થી વધારે સ્ત્રી સાથે સુતેેલો સંજુ બાબો ફરી પ્રેમમાં પડ્યો! કેમેરો જોઈને કહ્યું ‘ઓય બંધ કર’

 | 12:27 pm IST

જ્યારે સંજય દત્તની લાઈફ પર ફિલ્મ આવી ત્યારે સંજય દત્તની લાઈફનાં કેટલાય સિકરેટ બહાર આવ્યા હતા. સંજુ મુવી પછી સંજય દત્તની લાઈફથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ હાલમાં સંજય દત્ત કોઈને પ્રેમનો એકરાર કરતો હોય એવો વીડિયો એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સંજુ બાબા કોઇ છોકરી સાથે ફોન પર પ્રેમનો એકરાર કરતો હોય એવું જોવા મળી રહ્યું છે. સાંભળી શકાય છે કે સંજુ જે યુવતીના પ્રેમમાં ડૂબેલો છે એનું નામ પૂજા છે. એકતા કપૂરે વીડિયો શેર કરીને લખ્યું કે ‘મુન્નાભાઇ પણ આતુર છે ડ્રીમ ગર્લને મળવા માટે. માત્ર 4 દિવસ જ બાકી છે.’

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા ફોનની રીંગ વાગે છે અને સંજય દત્ત ફોન ઊઠાવતા જ કોઇ છોકરી સાથે વાત કરવા લાગે છે. સંજય કહે છે કે ‘પૂજા ક્યારે મળી રહી છે…પાક્કું ને 13 તારીખે.’ ત્યારબાદ સંજય પૂજાને ફોન પર ‘આઇ લવ યૂ’ કહે છે.

તો છે એવું કે આયુષ્માન ખુરાના ‘ડ્રીમ ગર્લ’ ફિલ્માં પૂજા નામની યુવતીનો રોલ નિભાવતો જોવા મળવાનો છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે એકતા કપૂરે આ નવી રીત શોધી છે. ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મની નિર્માતા એકતા કપૂર છે. જ્યારે એકતા કપૂરને પૂછવામાં આવ્યું આ રોલ માટે આયુષ્માનને કેમ પસંદ કરવામાં આવ્યો તો કહ્યું કે જ્યારે ફિલ્મના નિર્દેશક રાજ શાંડિલ્યે મને એની કહાની સંભળાવી તો હું ખૂબ પ્રભાવિત થઇ. હું માત્ર એક એક્ટરને જાણતી હતી જે પોતાના અવાજને ખૂબ જ સારી રીતે બદલી શકતો હતો અને એ હતો આયુષ્માન ખુરાના.

આ વીડિયો પણ જુઓ: ગીર સોમનાથના તાલાળામાં યુવકની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન