સંજય દત્ત પરની બાયોપિકમાં કરિશ્મા તન્નાની પસંદગી 

222

છેલ્લે ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા તન્ના દિગ્દર્શક રાજકુમાર હીરાણીની આગામી સંજય દત્તના જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મમાં મહત્ત્વના કિરદારમાં જોવા મળશે. ટીવી સ્ટાર કરિશ્મા તન્નાએ હિન્દી ફિલ્મો સાથે કન્નડ ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવવા પ્રયાસો શરૂ કર્યા છે. સંજય દત્તના જીવન પરની બાયોપિક ફિલ્મમાં કરિશ્મા એક ટચૂકડા રોલમાં જોવા મળવાની છે. પોતાના ભાગની શૂટિંગ કરિશ્માએ પૂર્ણ કરી લીધી છે. ફિલ્મમાં પોતાના કેમિયો રોલ વિશે વાત કરતાં કરિશ્મા તન્નાએ જણાવ્યું હતું કે દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર હીરાણી સાથે કામ કરવુ એ મારું સૌભાગ્ય છે. આ મારું લક છે જે મારો સાથ આપી રહ્યું છે. હું ફિલ્મમાં એક નાના પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાની છું. રણબીર કપૂર સાથે દર્શકોને પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાની છું. હું ખૂબ જ ઉત્સાહમાં છું. આ ફિલ્મ ઉપરાંત મારી પાસે કન્નડ ભાષામાં પણ એક-બે ફિલ્મોના શૂટિંગ છે.