Sanjay Dutt Once Made Fun Of Ranbir Kapoor But After 'Sanju' His Thought Changed
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૌની સામે રણબીરની સંજય દત્તે ઉડાવી હતી મજાક, ‘સંજૂ’ જોઇને બોલતી થઇ ગઇ હતી બંધ

સૌની સામે રણબીરની સંજય દત્તે ઉડાવી હતી મજાક, ‘સંજૂ’ જોઇને બોલતી થઇ ગઇ હતી બંધ

 | 6:11 pm IST

ગત વર્ષે સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. ફિલ્મે બૉક્સ ઑફિસનાં રેકૉર્ડ તોડતા લગભગ 586 કરોડથી વધારેની કમાણી કરી હતી. ‘સંજૂ’ ફિલ્મમાં રણબીર કપૂરે જે પરફૉર્મન્સ આપ્યું હતું તેણે સૌએ ચોંકાવી દીધા હતા. આ પાત્ર માટે રણબીર કપૂરની મહેનત પડદા પર સ્પષ્ટ જોવા મળી હતી. જ્યારે સંજય દત્તે આ ફિલ્મ જોઇ તો તે ખુદ ચોંકી ગયો હતો. સંજયે રણબીરની પ્રશંસાનાં પુલ બાંધી દીધા હતા, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રણબીર સંજય દત્તને મળવાનું પસંદ નહોતો કરતો.

રણબીર પોતાના દોસ્તો સાથે ઘણીવાર પાર્ટીમાં જતો હતો. તેને સંજય દત્ત સાથે ઘણી ઓછી વખત જોવામાં આવ્યો હતો. સંજય દત્તની બાયોપિક ફિલ્મ માટે રણબીર કપૂરે જબરદસ્ત મહેનત કરી હતી. સંજય દત્તની લાઇફ સ્ટાઇલથી લઇને હાવભાવ, ચાલવું-ફરવું અને ખાવું-પીવું બધા પર ઘણી ઝીણવટપૂર્ણક કામ કર્યું હતુ. સંજય દત્તનાં અવતારમાં જ્યારે પડદા પર રણબીર આવ્યો તો લોકોને વિશ્વાસ જ ના થયો, એટલા સુધી કે ખુદ સંજય દત્ત પણ ચોંકી ગયો હતો.

સંજય દત્તે એક પાર્ટીમાં રણબીર કપૂરને ઘણું જ ખરાબ કહ્યું હતુ. રણબીર પોતાના દોસ્તો સાથે એક પાર્ટીમાં ગયો હતો. આ પાર્ટીમાં સંજય દત્ત પણ હાજર હતો. તે નશામાં હતો. પાર્ટીમાં ડેવિડ ધવન, રાજકુમાર હીરાની અને ઘણા દિગ્ગજ સ્ટાર્સ હાજર હતા. અચાનક સંજય દત્ત રણબીર પાસે ગયો અને તેની મજાક ઉડાવા લાગ્યો હતો. પહેલા તો સંજય દત્તે કહ્યું કે તે રણબીરની સાથે ફિલ્મ બનાવવા ઇચ્છે છે. રણબીરે જવાબ આપતા કહ્યું કે તેને ઘણી ખુશી થશે.

સંજય દત્તે ત્યારબાદ રણબીર કપૂરની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતુ. સંજય દત્તે કહ્યું, “મે તારી ફિલ્મ ‘બર્ફી’ જોઇ છે. હવે એક નવી ફિલ્મ બનાવશું જેનું નામ ‘લડ્ડુ’ હશે. ‘લડ્ડુ’ ફિલ્મ પછી ‘જલેબી’ બનાવશુ અને પછી ‘પેંડા’ બનાવશું.” સંજય દત્ત આવુ રણબીરની મજાક ઉડાવવા માટે કહી રહ્યો હતો. સંજય દત્તે કહ્યું કે, “મે ટીવી પર તારી ફિલ્મો જોઇ તુ કેવા પ્રકારની ફિલ્મો કરે છે. ખબર નહીં આખરે તને ‘સંજૂ’માં કેમ કાસ્ટ કર્યો છે.” રણબીર સંજય દત્તની બધી જ વાતો સાંભળતો રહ્યો.

ત્યારબાદ જ્યારે રણબીર કપૂર સંજય દત્તનાં રોલમાં આવ્યો તો લોકોએ તેની પ્રશંસા કરી. આ ફિલ્મે ના ફક્ત રણબીરનાં કેરિયરને નવી ઊંચાઈ આપી, પરંતુ તેની એક્ટિંગને પણ લોકોએ પસંદ કરી. બંને સ્ટાર્સ જલ્દી ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર ડકૈતની ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન