for panipat strict diet heavy gymming 35kg armour preparation sanjay dutt
  • Home
  • Featured
  • Photos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત

Photos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત

 | 11:31 am IST

સુપરસ્ટાર સંજય દત્ત પીરિયડ ડ્રામા ફિલ્મ પાનીપતમાં અફઘાન કિંગ અહમદ શાહ અબદાલીનો રોલ નિભાવશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે 35 કિલોનું ભારે ભરખમ કવચ પહેરી શૂટિંગ કરશે. આ ફિલ્મનું દોઢ મહિનાનું શૂટિંગ જયપુરમાં પુરૂ થઈ ચુક્યુ છે. હવે તે બીજા શેડ્યુલની તૈયારીમાં લાગી ગયો છે.

ફિલ્મમાં તેના દ્વારા પહેરવામાં આવેલ જે શૂટ છે તેની કિંમત અત્યાર સુધીની સૌથી મોંઘી કિંત છે તેવુ કહી શકાય. ખુદને તાકતવર કદાવર અને દમદાર બતાવવા સંજય દત્ત ખાસ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

સંજય દત્ત રેગ્યુલર જીમમાં જઈ પરસેવો પાડી રહ્યો છે. સેટ પર હોય ત્યારે પણ તે નિયમિત વર્ક આઉટ કરે છે. પોતાના પાત્રને ન્યાય આપવા આ કલાકાર તનતોડ મહેનત કરી રહ્યો છે જેની અસર આવનારા સમયમાં સ્ક્રીન પર જોઈ શકાશે. આ ફિલ્મમાં જે રીતનું કવચ બનાવવામાં આવ્યુ છે તે પહેલાના રાજા મહારાજાઓ પહેરતા હતા. જ્યારે યુદ્ધ થતા ત્યારે રાજાઓ આ કવચ ધારણ કરી યુદ્ધ કરતાં.

આ સમયમાં સંજય દત્ત પોતાની ડાયટ પર પણ વધુ ફોકસ કરી રહ્યો છે. સંપૂર્ણ પણે પ્રોટીન ડાયટનો ઉપયોગ કરે છે. સલાડ, ફિશ અને ચિકન ખાઈને શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારી રહ્યો છે. મોટા મસલ્સ ગ્રેન કરવા કલાકાર ખાસ મહેનત કરી રહ્યો છે.

આ સાથે સાથે વધારાની કેલરી બર્ન કરવી પડે છે જેથી તેનું શરીર સૌષ્ઠવ આકર્ષક અને કસાયેલું લાગે. આ માટે તે ખુબજ મહેનત કરી રહ્યો છે. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ એટલે પણ ખાસ છે કે આ ફિલ્મ ખુબજ દમદાર છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને કૃતિ સેનન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

સુપરસ્ટાર સંજય દત્ત ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘કલંક’ લઈને આવી રહ્યા છે. સંજય દત્ત આ ફિલ્મમાં ખુબજ દમદાર એવા બલરાજ ચૌધરીનો રોલ નિભાવશે. ફિલ્મમાં તેનો લુક પહેલા જ રિલીઝ કરવામાં આવ્યો હતો. અને ટીઝરમાં તે ખુબજ ગંભીર અંદાજમાં જોવા મળી રહ્યો હતો. કલંક આ 17 એપ્રીલે રિલીઝ થવાની છે.

ફિલ્મનું કામ લગભગ પૂરૂ થઈ ગયુ છે. હવે સંજય દત્ત તેની આગામી ફિલ્મ પાણીપત પર કામ કરી રહ્યો છે. ફિલ્મ માટે તેણે પોતાની દાઢી વધારી છે. આ સાથે સાથે સંજય દત્તે ભારે મહેનત પણ ચાલુ કરી છે. પોતાના રૂટિનમાં મોટો ફેરફાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન