Sanjay Dutt shared Emotional Post remembers His Father
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુનીલ દત્તની પુણ્યતિથિ પર ઇમોશનલ થયો સંજય દત્ત, કરી આ ભાવુક પોસ્ટ

સુનીલ દત્તની પુણ્યતિથિ પર ઇમોશનલ થયો સંજય દત્ત, કરી આ ભાવુક પોસ્ટ

 | 5:49 pm IST

બોલિવૂડના દિગ્ગજ અને સીનિયર અભિનેતા સુનીલ દત્તે આજના દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતું. આજે સુનીત દત્તની 14મી પુણ્યતિથિ છે. જ્યારે તેમને યાદ કરતા તેમના દીકરા અને અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર ખૂબજ ભાવુક પોસ્ટ કરી છે. સંજય દત્તે આ પોસ્ટને તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફેન્સ સાથે શેર કરી છે.

તમને જણાવી દઈએ કે સંજય દત્તે એક બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરને પોસ્ટ કરતા લખ્યું કે,‘અમારા પરિવારના સ્તંભ. મમ્મી અને પાપા હું તમને ઘણા યાદ કરું છું.’ સંજય દત્ત દ્વારા પોસ્ટ કરેલ તસવીરમાં સંજય તેની માતા અને દિવંગત અભિનેત્રી નરગિસ અને બહેનો સાથે દેખાઈ રહ્યો છે. ઉપરાંત મુંબઈ કોંગ્રેસ નેતા પ્રિયા દત્તે પણ તેના પિતા સાથે એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે,‘માતા-પિતા ઘણા કિમતી હોય છે. હંમેશા તેમની સાથે પ્રેમથી વર્તન કરો. તમને તેમની અછત ત્યારે સમજાશે જ્યારે તમે તેમની ખાલી ખુરશી જોશો. તેમને Hug કરી 14 વર્ષ વીતી ગયા છે હું તેમને દરરોજ યાદ કરું છું.’

ઉલ્લેખનીય છે કે સુનીલ દત્ત એક ફિલ્મ અભિનેતાની સાથે નિર્માત, નિર્દેશક અને નેતા પણ હતા. તેમને ‘સાધના’,‘એક ફૂલ ચાર કાંટે’,‘ગુમરાહ’,‘મેરા સાયા’,‘મદર ઈન્ડિયા’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું. 1968માં તેમને ભારત સરકારે પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. મુંબઈમાં 25મી મે 2005ના રોજ હાર્ટ અટેકના કારણે તેમનું દુ:ખદ નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન