sanjay dutt special actors sisters warned him to not woo aishwarya rai
  • Home
  • Entertainment
  • Bollywood
  • એશ્વર્યાની અદા જોઈને હોશ ખોઈ બેઠો’તો સંજય દત્ત, એની બહેનોએ માંડ-માંડ કંટ્રોલમાં રાખ્યો!

એશ્વર્યાની અદા જોઈને હોશ ખોઈ બેઠો’તો સંજય દત્ત, એની બહેનોએ માંડ-માંડ કંટ્રોલમાં રાખ્યો!

 | 7:48 pm IST

સંજય દત્તે તેની જિંદગીમાં હીરોથી વિલન સુધીના ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેના ફેન્સએ તેની બાયોપિકમાં પણ સંજય દત્તાના જીવનની ઘણી ઝલક જોઈ છે. સંજય દત્તના ઘણા સંબંધો ચર્ચામાં રહ્યા છે. તેણે પોતે એમ પણ કહ્યું છે કે તેનું અનેક છોકરીઓ સાથે અફેર હતું પણ તે પકડાયો નહોતો. સુંદર ચહેરાઓ જોઈને પોતાનું દિલ દઈ દેનાર સંજુ એશ્વર્યા રાય પર પણ ફિયા થઈ ગયો હતો. આ વાતનો ખુલાસો તેણે પોતે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

આ વાત છે 1993ની. સંજય દત્ત અને એશ્વર્યા રાયે એક મેગેઝિનના કવરનું શૂટિંગ કરવાનું હતું. એશ્વર્યા તે સમયે ફિલ્મોમાં નહોતી જોવા મળી. તે મોડેલિંગ કરતી હતી અને થોડીક જાહેરાતોમાં દેખાઇ હતી. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સંજય દત્તે કહ્યું હતું કે એશ્વર્યાને કોલ્ડડ્રિંકની એડમાં જોયા બાદ હોશ ખોઈ બેઠો હતો. સંજયે એશને જોઈને પ્રતિક્રિયા આપી હતી કે, આ સુંદર છોકરી કોણ છે?

જો કે સંજય દત્તની બહેનોએ તેમને કડક સૂચના આપી હતી કે તે એશ્વર્યાથી દૂર રહે. કારણ કે તે સમયે સંજુ બાબાની છબી ખરાબ છોકરા તરીકે પહેલાંથી જ ઉભી થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ તેમની છોકરીઓ વિશેની જ ચર્ચા કરતાં રહેતા હતા. સંજય દત્તે કહ્યું હતું કે, મારી બહેનોને એશ્વર્યા ખુબ ગમતી હતી. તે તેને મળી પણ હતી. તેને એશ ખુબ સુંદર લાગતી હતી. બહેનોએ સંજયને ચેતવણી આપી હતી કે તેને પટાવવાનો કોઈ પણ રીતે પ્રયાસ ન કરે. ન તો પોન નંબર માંગે કે ન તો એશને ફૂલ મોકલાવે.

સંજય દત્તે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો એશ્વર્યા ફિલ્મોમાં આવશે તો તેની સુંદરતા ખોવાઈ જશે. તેમનો તર્ક એ હતો કે જો તમે ગ્લેમર ઉદ્યોગમાં પ્રવેશ કરો તો બધું બદલાવાનું શરૂ થાય છે. અહીંયા તમારી નિર્દોષતા ખોવાઈ જાય છે. સંજય દત્તે એક વાતચીતમાં એશ્વર્યાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જો તે રસ્તા પર ઉભી રહી જાય તો તેના માટે બધી ગાડીઓ થંભી જાય. અને જો હું ત્યાં ઉભો રહીશ તો લોકો મારા પર ગાડી ચઢાવી દેશે. આ ઘટનાના એક દાયકા પછી સંજય દત્ત અને એશ્વર્યા રાયે ‘શબ્દ’ અને ‘હમ કિસી સે કમ નહીં’ માં સાથે કામ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: કોરોનામાં સુરત સિવિલની ઘોર બેદરકારી સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન